વધતી ગરમીના લીધે દેશમાં દૂધ ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે; આઈસક્રીમ, પનીર જેવી ચીજો મોંઘી થશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zd642bvqtz1q340v/" left="-10"]

વધતી ગરમીના લીધે દેશમાં દૂધ ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે; આઈસક્રીમ, પનીર જેવી ચીજો મોંઘી થશે


વધતી ગરમીના લીધે દેશમાં દૂધ ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે; આઈસક્રીમ, પનીર જેવી ચીજો મોંઘી થશે

વધતી ગરમીને લીધે દેશમાં દૂધના ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેના લીધે આગામી દિવસોમાં માત્ર દૂધ જ નહીં પરંતુ દૂધની અન્ય બનાવટો જેમ કે આઈસક્રીમ, દહીં, ચીઝ વગેરે પણ જલ્દી મોંઘી થઈ શકે છે. દેશમાં દૂધનું મોટા ભાગનું ઉત્પાદન ક્રોસ બ્રીડ ગાય અને ભેંસમાંથી થાય છે. દેશી નસલની સરખામણીમાં જર્સી અને હોલસ્ટેઇન ફ્રિઝિયન ગાયો વધુ ગરમી સહન કરી શકતી નથી. જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ તેમની દૂધ ઉત્પાદન ક્ષમતા પણ ઘટી જાય છે. ખાસ વાત એ છે કે દેશમાં દૂધના વ્યવસાયિક ઉત્પાદન માટે ખેડૂતો મોટાભાગે આ બે જાતિની ગાયોનો ઉપયોગ કરે છે.

દેશી ગાયોના દૂધમાં ફેટ નહીંવત પ્રમાણમાં

તમિલનાડુ દૂધ ઉત્પાદક વેલ. એસો.ના એમજી રાજેન્દ્રને જણાવ્યું હતું કે - દેશી ગાયોના દૂધમાં ચરબી ઓછી હોય છે. તેથી ડેરીઓ તેમના દૂધને પ્રાધાન્ય આપતા નથી. તેથી, પશુપાલકો દેશી ગાયોનો વ્યવસાયિક ઉપયોગ કરતા નથી. માત્ર ખેડૂતો દેશી ગાયોના દૂધનો જ ઉપયોગ ઘરે કરે છે.

ઉનાળામાં ભેંસના દૂધમાં ઘટાડો થાય છે: જ્યારે ગરમી વધે છે ત્યારે ગાય કરતાં ભેંસોને વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ તેમનું દૂધ ઉત્પાદન ગાય કરતાં વધુ ઘટે છે. ખાસ વાત એ છે કે ભેંસના દૂધમાં વધુ ફેટ હોય છે. આથી પાલકોવા જેવી ઘણી દૂધની બનાવટો માત્ર ભેંસના દૂધમાંથી જ બનાવવામાં આવે છે..

રીપોર્ટર : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]