રોલેક્ષ બરીંગ મનીષભાઈ મદેકા દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પાણી બચાવો અભિયાનમાં "૫૦ લાખ રૂપિયા"નો આર્થિક સહયોગ. - At This Time

રોલેક્ષ બરીંગ મનીષભાઈ મદેકા દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પાણી બચાવો અભિયાનમાં “૫૦ લાખ રૂપિયા”નો આર્થિક સહયોગ.


રોલેક્ષ બરીંગ મનીષભાઈ મદેકા દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પાણી બચાવો અભિયાનમાં "૫૦ લાખ રૂપિયા"નો આર્થિક સહયોગ.

રાજકોટ રોલેક્ષ બરીંગ મનીષભાઈ મદેકા દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પાણી બચાવો અભિયાનમાં "૫૦ લાખ રૂપિયા"નો આર્થિક સહયોગ.સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૫૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.આ ભગીરથ કાર્યમાં ઘણા બધા લોકોના સહયોગથી હાલ નાના મોટા રરથી વધારે જગ્યાએ ચેકડેનાં કામ ચાલી રહ્યા છે.
આ અભ્યાનને વેગ આપવા માટે "રોલેક્ષ બેરીંગનાં માલિક શ્રી મનીષભાઈ મદેકા એ "૫૦ લાખ" રૂપિયાની ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં વરસાદી પાણી બચાવો અભિયાનમાં આર્થિક સહયોગની જાહેરાત કરી હતી.જેમાં ૨૫ લાખ રૂપિયાના આર્થિક સહયોગથી ન્યારી નદીમાં સરસ મજાનું ચેકડેમ બનાવ્યું છે અને સાથે સાથે નાના બે ચેકડેમ પણ બનાવ્યા છે. અને હજુ પણ ૨૫ લાખ રૂપિયાની સહાય અર્પણ કરશે.જેનાથી હજુ પણ સરસ મજાનું નવું ચેકડેમ બને અને લોકોને ઉપયોગી બને તેમજ સૃષ્ટી પરના સર્વે જીવ-જંતુ પશુ-પક્ષી અને માનવ-જાતને પાણી ખોરાક અને રહેણાંક સાથે સ્વતંત્રતા મળે તેના માટેની તૈયારી ચાલી રહી છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમિ દિનેશભાઈ પટેલ જમનભાઈ ડેકોરા પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ,દિનેશભાઈ ચોવટિયા,અમુભાઈ ભારદીયા, રમેશભાઈ ઠક્કર,રમેશભાઈ જેતાણી, સતીષભાઈ બેરા, પ્રકાશભાઈ કનેરિયા,જીગ્નેશભાઈ પટોળીયા,વસંતભાઈ લીંબાસીયા, ભરતભાઈ ગાજીપરા, વલ્લભભાઈ કથીરિયા, બીપીનભાઈ હદવાણી, મનીષભાઈ મદેકા, દિલીપભાઈ લાડાણી,ચંદુભાઈ વિરાણી, અરવિંદભાઈ પણ, ઉમેશભાઈ માલાણી,ગોપાલભાઈ બાલધા, શિવલાલભાઈ અદ્રોજા, મનીષભાઈ માયાણી,ભુપતભાઈ કાકડીયા, વિઠ્ઠલભાઈ બાલધા, અશોકભાઈ મોલીયા, લક્ષ્મણભાઈ શિંગાળા, ભરતભાઈ, મહેન્દ્રભાઈ કાલરીયા, રતિભાઈ ઠુંમર તેમજ ઘણા બધા લોકો આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.