પડધરીઃ વણપરી ગામે દારૂએ પાંચ વર્ષમાં ત્રણ ભાઈના ભોગ લીધા ઘરમાં નાના એવા બાળક પર જવાબદારી આવી - At This Time

પડધરીઃ વણપરી ગામે દારૂએ પાંચ વર્ષમાં ત્રણ ભાઈના ભોગ લીધા ઘરમાં નાના એવા બાળક પર જવાબદારી આવી


પડધરીના વણપરી ગામે દેશી દારૂનુ મીની દીવ કહેવાતા દારૂમાં પાંચ વર્ષમાં સગા ત્રણ ભાઈ નો ભોગ લીધો છે. આ ત્રણે ભાઈઓ પાંચ વર્ષની અંદર દારૂએ ભરખી લીધા. જેના પરીવાર માં નાના નાના બાળકો તેમજ હસતા ખેલતા પરીવારને શોકમાં ડુબાડી દીધા છે. આ ઘરમાં નાનો એવો દીકરો પીઢ માણસ તરીકે ની જવાબદારી ઉપર આવી છે કારણ કે આ ઘર માં મહીલા ઓ સીવાય કોઈ પુરુષ બચ્યા નથી. વણપરીમાં છેલ્લા દસ વર્ષથી સાંજ પડે ને શ્રાવણ મહિનાનો માનવ મેળો ભરાતો હોય તેમ દારૂ લેવા માણસો ઉમટી પડે છે તેમ અવાર નવાર પડધરીમાં પણ દારૂ પીને મહેફિલ કરતા કે દારૂ પીને લુખ્ખાગીરી કરતા ઘણા કેસ થયા છે. પડધરી તાલુકામાં આવા તો ઘણા બધા ગામો છે જ્યાં દેશી દારૂનો ધમધોકાર અને વિદેશી દારૂ નો મોટા પાયે વેપાર ચાલી રહ્યો છે. આજે જે પિરિસ્થિત વણપરી ગામમાં થઈ રહી છે તેવી જ પિરિસ્થિત આજુબાજુના ઘણા બધા ગામડાઓમાં થઈ છે. જેમા દારૂને લીધે ઘરમાં પુરુષો નથી રહ્યા તંત્રને કેમ કંઈ દેખાતું નથી? વણપરી ગામને દેશી દારૂનું મીની દીવ કહેવામાં આવે છે. ગાંધીવાદી ગુજરાતમાં નશાબંધીની મહોર લાગી છે ને ત્યારે ખુલ્લેઆમ પડધરી અને આજુબાજુના ગામોમાં પણ દેશી દારૂ બેફામ વેચાઈ રહ્યો છે અને પીવાઈ રહ્યો છે. હવે તો બૂટલેગરો દ્વારા હોમ ડિલિવરી ની સુવિધા પણ ઉપલબ્ધ છે.

આવા લોકોને મહેફીલ બાદ સામાન્ય નાગરિકને રાત્રિના સમય દરમિયાન બહાર નીકળવામાં ઘણી બધી મુસીબતનો સામનો કરવો પડે છે. તો હવે તંત્ર દ્વારા જોવાનું રહ્યું કે શું તે આ દારૂ ની મહેફિલ કે દારૂડીયા ને રોકી શકશે કે તંત્ર દ્વારા રાહ જોવાઈ રહી છે કે લઠ્ઠાકાંડ જેવી મોટી ગંભીર પિરિસ્થિત સર્જાય ત્યારબાદ તંત્ર એક્શન મોડ માં આવશે ???

રિપોર્ટર - નિખીલ ભોજાણી 9998680503


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.