અનાજના જથ્થાનુ પેમેન્ટના ચુકવી છેતરપિંડી કરનાર મુંબઇના એક ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ - At This Time

અનાજના જથ્થાનુ પેમેન્ટના ચુકવી છેતરપિંડી કરનાર મુંબઇના એક ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ


અનાજના જથ્થાનુ પેમેન્ટના ચુકવી છેતરપિંડી કરનાર મુંબઇના એક ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીને વિશ્વાસમાં લઇ ચણા દાળ તથા તુવેર દાળ રૂ.૫૫,૭૫,૨૦૦/- અનાજનો જથ્થો મંગાવી લઇ વેપારીને અનાજના જથ્થાનુ પેમેન્ટના ચુકવી છેતરપિંડી કરનાર મુંબઇના એક ઇસમને પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

મ્હે. ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં મિલકત સબંધીત થતા વિશ્વાસઘાત તથા છેતરપિંડી ગુન્હાના આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લામાં મિલકત સબંધીત થતા વિશ્વાસઘાત તથા છેતરપિંડી ગુન્હાના આરોપીને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય જે અંગે અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબનાઓ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.કે. વાઘેલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.એમ.પરમાર સાહેબ તથા અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. એ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૩૦૯૪૬/૨૩ IPC કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના ગુન્હાના કામે અમરેલી શહેર ખાતેના ફરીયાદીશ્રીએ પોતાના ધંધા અર્થે આરોપી (૧) A K TRADING કંપની માલીક કવિતા મહાત્રે, બીલાલપાડા નાકા નાલાશોપારા ઇસ્ટ વસાઇ વીરાર પાલઘર, મહારાષ્ટ્ર મુંબઇ વાળા તથા (૨) BALAJI TRADERS ના માલીક રતન ભાટીયા પંજાબી કોલોની રોડ,ઉલાસનગર થાણે મહારાષ્ટ્ર તથા (૩) વિવેક અગ્રવાલ પરવેઝ મેનેઝર A K TRADING કંપની ઇસ્ટ વસાઇ વીરાર પાલપર,મહારાષ્ટ્ર મુંબઇ વાળો તથા (૪) ફરીયાદી સાથે મોબાઇલ ફોનમાં વાત કરનાર માણસ રતન ભાટીયા BALAJI TRADERSના માલીક તરીકેની ઓળખ આપનાર મોબાઇલ ફોન વાળો તેણે સાથે અગાઉ માલ મંગાવેલ ચણાદાળ ના પેમેન્ટના રૂા ૭,૧૫,૨૦૦/- તથા બાલાજી ટ્રેડર્સને મોકલેલ માલ તુવેરદાળ ૧૫ ટન તથા ચણાદાળ ૩૦ ટન જે કુલ ૪૫ ટન ના ૫,૪૮,૬0,000/- મળી કુલ ૩ ૫૫,૭૫,૨૦૦/- નો માલ આપેલ હતો જેના બદલે આરોપીએ ફરીયાદીને પેમેન્ટ ના ચુકવી ફરીયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી ગુન્હો કરેલ હોય જે ગુનાની તપાસમાં અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા આ કામના આરોપીને પકડી પાડેલ છે અને હાલ અન્ય આરોપીની તપાસ શોધખોળ ચાલુ છે.

પકડાયેલ આરોપીની વિગત:
(૧) રતનભાઇ ત્રીકમદાસ ભાટીયા, ઉ.વ તા.ઉલ્લાસનગર જિ.થાણા (મહારાષ્ટ્ર) - ૫૪, ધંધો વેપાર, રહે. મુબઇ, પંજાબી કોલોની, ઉલાસનગર ૦૩

આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.કે.વાઘેલા સાહેબ તથા પો.સ.ઇ.શ્રી કે.એમ.પરમાર સાહેબ તથા ASI નરેંદ્રસિંહ બી. ગોહીલ, HC બુધાભાઇ જશાભાઇ, PC અશોકસિંહ ઘેલાભાઇ મોરી દ્વારા કરવામાં આવેલ છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.