****** *હિંમતનગર એ.પી.એમ.સી ખાતે ધારાસભ્યશ્રી વી.ડી ઝાલાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો* - At This Time

****** *હિંમતનગર એ.પી.એમ.સી ખાતે ધારાસભ્યશ્રી વી.ડી ઝાલાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો*


******
*હિંમતનગર એ.પી.એમ.સી ખાતે ધારાસભ્યશ્રી વી.ડી ઝાલાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો*
******
*જિલ્લામાં હિંમતનગર, ઇડર, તલોદ અને ખેડબ્રહ્મા ખાતે કાર્યક્રમ યોજાયો હતો*
***
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ. પી. એમ.સી ખાતે ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાની અધ્યક્ષતામાં વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આવાસ ઇ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી વી. ડી ઝાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું રોલ મોડલ છે. દેશમાં કોઈ ગરીબ ના રહે તેની ચિંતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરે છે. ઘરનું ઘર દરેક ને મળે તે નિર્ધાર કર્યો છે. વહીવટમાં પારદર્શકતા આવે તે માટે ઓનલાઈન માધ્યમ થકી લાભાર્થીને તેના બેંક ખાતામાં પૈસા જમા થાય છે. તમામ સુવિધા સાથેનું મકાન આપવામાં આવે છે. વિવિધ યોજનાઓ થકી પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના ગરીબ લોકોને કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), હળપતિ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ આપવામાં આવ્યા છે. શહેરો ઝૂંપડપટ્ટી મુક્ત બને તે માટે પાકા મકાન આપવામાં આવ્યા છે.
ખેડૂતોને ખેતી માટે વીજળી આપી છે. મહિલા અનામત વગેરે સરકાર દ્વારા આપી વિકાસ સાધ્યો છે.
આ પ્રસંગે અગ્રણી શ્રી સિદ્ધાર્થ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે,ઘર વિહોણા લોકો જ ઘરની કિંમત જાણે છે. મહિલાઓના નામે સુવિધાસભર ઘર મળ્યા છે. સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન, આયુષ્યમાન કાર્ડ દ્વારા રૂ.૧૦ લાખની આરોગ્ય સહાય તેમજ જન ઔષધી કેન્દ્ર દ્વારા સસ્તી અને સારી દવાઓ ગરીબ લોકોને મળતી થઈ છે.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ઘરની ચાવી તેમજ પ્લોટ લાભાર્થીઓને જમીનની સનદ અપાઈ હતી.
આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલ ઉપાધ્યાય, હિંમતનગર તા. પં.પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ, અગ્રણી સુશ્રી કૌશલ્યા કુંવરબા, શ્રી જે.ડી. પટેલ, શ્રી જેઠાભાઈ પટેલ, શ્રી પંડ્યા, સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ મોટી સંખ્યામાં લાભાર્થી અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
**

આ સાથે જિલ્લામાં અન્ય ત્રણ જગ્યાએ આવાસોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. જેમાં તલોદ તાલુકામાં ઉમિયા સમાજવાડી સલાટપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ અને ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં, ઈડર એ.પી.એમ.સી ખાતે ધારાસભ્યશ્રી રમણલાલ વોરાની તેમજ ખેડબ્રહ્મા આર્ડેકતા કોલેજ ખાતે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં ઇ લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લામાં કુલ ૪૫૦૦ થી વધુ આવાસોનું લોકાર્પણ કરાયું હતું.
****************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.