ભાવનગરના રાજવી પરિવાર સદસ્ય શ્રી ઇન્દ્રરાજસિંહ ચુડાસમાએ પોતાનો 30મો જન્મદિવસ શિશુવિહાર પરિવાર સાથે ઉજવ્યો.

ભાવનગરના રાજવી પરિવાર સદસ્ય શ્રી ઇન્દ્રરાજસિંહ ચુડાસમાએ પોતાનો 30મો જન્મદિવસ શિશુવિહાર પરિવાર સાથે ઉજવ્યો.


ભાવનગરના રાજવી પરિવાર સદસ્ય શ્રી ઇન્દ્રરાજસિંહ ચુડાસમાએ પોતાનો 30મો જન્મદિવસ શિશુવિહાર પરિવાર સાથે ઉજવ્યો.... નીલમબાગ પેલેસ ભાવનગરના અતિથિ અને ખાસ લંડનથી પધારેલ શ્રી ચુડાસમાએ ક્રીડાંગણના વિદ્યાર્થીઓનું વિશિષ્ટ સ્વાગત સ્વીકારતા શિશુવિહાર  પરિસરમાં વર્ષ 1911 થી સાચવીને રખાયેલ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની યાદોને નિહાળી હતી.... તેઓશ્રીએ દિવાળીના વેકેશન દરમિયાન યોજાયેલ વિવિધ તાલીમમા ઉત્તમ દેખાવ કરનાર  સ્કાઉટ વિદ્યાર્થીઓ તથા બાળ ઉછેરની વૈજ્ઞાનિક તાલીમ લેનાર વાલીઓને પુરસ્કૃત કર્યા હતા.. સાથો સાથ વ્યાયામ અને આપત્તિ નિવારણનું નિદર્શન નિહાળ્યું હતું ..... આ પ્રસંગે રાજવી પરિવારે 200 બાળકોને સ્કૂલબેગ અને ભોજન આપીને પોતાનો જન્મદિવસ યાદગાર બનાવ્યો હતો... ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની વિચાર યાત્રાને 84 વર્ષે  કાર્યરત રાખનાર શિશુવિહાર પ્રાંગણમાં પોતાનો જન્મદિવસ ઉજવનાર રાજવી પરિવારને અભિનંદન.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »