જસદણ ગોખલાણા રોડ જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા - At This Time

જસદણ ગોખલાણા રોડ જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા


જસદણ ગોખલાણા રોડ જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા

જસદણ ગોખલાણા રોડ રામેશ્વર મંદીરથી આગળ નટુભાઇ છાયાણીની વાડી પાસે આવેલ નળમાં જાહેર જગ્યામાં અમુક ઇસમો ગોળ કુંડાળું વળી તીનપતી વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા જસદણ પોલીસે ઝડપ્યા છે જેમાં ઇસમનું નામઠામ પુછતા નં-(૧) નું નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ પિન્ટુભાઇ બાબુભાઇ વાવડીયા જાતે.કોળી ઉ.વ.૨૪ ધંધો-હીરા ઘસવાનો રહે.જસદણ ગીતાનગર તા.જસદણ જી.રાજકો ટ વાળા હોવાનું જણાવેલ બાદ નં.૨ નું રૂબરૂ નામ-ઠામ પુછતા પોતે-પોતાનું નામ હિમંતભાઇ પુંજાભાઇ મકવાણા જાતે.કોળી ઉ.વ.૩૮ ધંધો-હીરા ઘસવાનો રહે,જસદણ લોહીયાનગર તા.જસદણ જી.રાજકોટ વાળા હોવાનું જણાવેલ બાદ નં.૩ નું રૂબરુ નામ-ઠામ પુછતા પોતે-પોતાનું નામ ખોડાભાઇ બાબુભાઇ લાડોલા જાતે.પટેલ ૯.૧.૪૦ ધંધો-હીરા ઘસવાનો રહે.બજરંગ નગર વેકરીયા વાડી પાસે તા.જસદણ જી.રાજકોટ વાળા હોવાનું જણાવેલ. ઇસમોએ ગે.કા.રીતે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી-રમતા ગંજી પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રકમ રૂપિયા-૯,૫૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો કરતા 3 ઇસમો વિરુદ્ધ જસદણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Report Harshad Chauhan 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.