ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપ મહિલાઓને દર મહિને આપવામાં આવતી સહાય જે 2021 - 2022 ની વિધવાનાં બેંક ખાતામાં જમા આપવાટિમ ગબ્બર ની રજુવાત - At This Time

ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપ મહિલાઓને દર મહિને આપવામાં આવતી સહાય જે 2021 – 2022 ની વિધવાનાં બેંક ખાતામાં જમા આપવાટિમ ગબ્બર ની રજુવાત


અમો ટિમ ગબ્બર ગુજરાતના સુરતના એડવોકેટ કાંતિભાઈ ગજેરા તથા વિસાવદર ના એડવોકેટ નયનભાઇ જોશીને ગુજરાતની ગંગા સ્વરૂપા માતાઓ તથા બહેનો દ્વારા રજુઆત મળી છે કે ગુજરાત સરકાર દ્વારા દરમહીને અપાતી વિધવા સહાયની રકમ છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી કોઈપણ કારણોસર મળેલ નથી ત્યારે આવી બહેનો તથા માતાઓને ભરણપોષણનો વિકટ પ્રશ્ન ઉભો થયેલ છે ગુજરાતમાં સંવેદનશીલ સરકાર હોય ત્યારે ગુજરાતની બહેનોની આવી કફોડી હાલત હોય શકે નહીં તેથી વ્હેલાસર ગુજરાતમાં જયા જ્યા આવા બહેનોને સહાય નથી મળી તેની સરકાર દ્વારા તપાસ કરી કરાવી બાકી રહેતી વિધવા સહાયની રકમ એકીસાથે તેમના ખાતામાં જમા કરાવે તેવી અમારી માંગણી સાથે રજુઆત છે ઉપરાંત સરકારની સૂચના મુજબ આવી તમામ વિધવા અને વૃદ્ધ બહેનો અભણ હોય ઉંમરના કારણે તેઓના અંગુઠાની છાપ બેંકમાં ન આવતી હોય અને નેટના કારણે પણ આવું બનતું હોય આ સંજોગોમાં આવા વૃદ્ધ બહેનો પ્રત્યે સરકાર સહાનુભૂતિ દાખવી વ્યવહારુ ઉકેલ લાવે વિકલ્પે પોસ્ટ દ્વારા મનીઓડરથી આવી રકમ ચૂકવાઈ તેવી વ્યવસ્થા કરી આપે તેવી પણ અમારી ટિમ ગબ્બરની માંગ સાથે રજુઆત છે.

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon