તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા ખસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ખસ ગામમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ - At This Time

તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા ખસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ખસ ગામમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ


તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા ખસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ખસ ગામમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ

સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.એસ.કનોરિયાની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે. તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ થાય તે હેતુથી ગ્રામ્ય કક્ષાએ ટાસ્ક ફોર્સ દ્વારા ખસ ગામમાં શાળા પાસે સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેંચતા નાના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર સહિત 11 સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી 7 જેટલા દુકાન ધારકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી હતી આ કામગીરીમાં એપેડેમિક મેડીકલ ઓફીસરશ્રી ડો.આર.આર. ચોહાણ,મેડિકલ ઓફિસરશ્રી ડૉ.દિવ્યાબેન ઝંડાળીયા, તાલુકા સુપરવાઈઝર શ્રી ઓ.ટી.ટિંબલ, પી.એચ.સી. સુપરવાઈઝરશ્રી હાર્દિકભાઈ રાઠોડ, પોલીસ વિભાગના પો.કો શ્રી ધર્મેન્દ્ર એસ. પચ્છમિયા અને નિલેશભાઈ ગાબુ જોડાયા હતા

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.