70 કિલો પેટીસ, લોટ અને દાઝીયા તેલનો નાશ - At This Time

70 કિલો પેટીસ, લોટ અને દાઝીયા તેલનો નાશ


રાજકોટ, તા.2 : પવિત્ર શ્રાવણ માસ અને ભકતોના વ્રત ઉપવાસ ચાલી રહ્યા છે ત્યારે ફરાળ કરતા ભકતોના ઉપવાસ, એકટાણા ભાંગી જાય તે પ્રકારના પેટીસ સહિતના ફરાળ વેચવાના મિલાવટ જેવા ધંધા કરતા ફરસાણના વેપારીઓ પર મનપાનું ફૂડ તંત્ર તુટી પડયું છે. ગઇકાલે ન્યુ રાજકોટથી માંડી રેલનગર અને સંતકબીર વિસ્તારની 33 દુકાનોમાં દરોડા પાડવામાં આવતા પ0 કિલો જેટલી પેટીસ અને 20 કિલો જેટલા લોટ અને દાઝીયા તેલનો નાશ કરવામાં આવ્યો છે.
ફૂડ વિભાગે રેલનગરના સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલ ધનલક્ષ્મી ફરસાણમાં ચેકીંગ કરતા ત્યાંથી 50 કિલો પેટીસ અને લોટ અખાદ્ય સ્થિતિમાં મળી આવ્યા હતા. જેથી તેનો નાશ કરી દુકાનદારને હાઇજેનિક કંડીશન જાળવવા નોટીસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત સંત કબીર રોડ પર આવેલ શ્રીનાથજી ફરસાણમાંથી પણ 10 કિલો ફરાળી પેટીસ મળી આવતા નોટીસ ફટકારાઇ છે. જયારે ઇન્દીરા સર્કલ પાસે આવેલ ભગવતી ફરસાણમાંથી 7 કિલો દાઝીયુ તેલ, અને સંતોષ ડેરીમાંથી પણ 3 કિલો દાઝીયા તેલનો નાશ કરવામાં આવેલ છે. તંત્ર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે જ જુદી જુદી જગ્યાએથી ચાર નમુના લેવામાં આવ્યા છે.
લાતી પ્લોટ 8/10માં આવેલ રાજાવીર કાર્ગોની બાજુમાં આવેલા સુરેશ વર્કર્સમાંથી એવર માસ્ટર મેઇઝ સ્ટાર્ચ (પેકડ), ગ્લોબલ ફૂડસ સ્ટાર્ચ પાઉડર, પેડક રોડ પર સીતારામ સોસાયટીના વરીયા ફરસાણમાંથી ફરાળી પેટીસ અને પ્રજાપતિનગરના શ્રીનાથજી ફરસાણ માર્ટમાંથી પણ પેટીસનો નમુનો લઇ લેબોરેટરી પરીક્ષણમાં મોકલવામાં આવેલ છે. મહાનગરપાલિકા ફૂડ વિભાગની ત્રણ ટીમો દ્વારા પવિત્ર શ્રાવણ માસના તહેવારો દરમિયાન ફરાળી પેટીશનું ઉત્પાદન તથા વેંચાણ કરતાં અમીનમાર્ગ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, કોટેચા ચોક, સંતકબીર રોડ, સાધુવાસવાણી કુંજ રોડ, રેલનગર વિસ્તારમાં કુલ 33 પેઢીની ચકાસણી દરમિયાન વેંચાણ થતી ખાધ્ય ચીજો બનાવા માટે ઉપયોગમાં લેવાતા ખાધ્યતેલની ટીપીસી વેલ્યૂ, ઈંગ્રીનડિયન્સ તેમજ હાયજિનિક કંડીશનની ચકાસણી કરાઇ હતી. જે જગ્યાએ ચેકીંગ કરવામાં આવ્યું
તેમાં (1)પાયલ ડેરી ફાર્મ (2)બજરંગ ફરસાણ (3)શ્રી રામકૃપા ડેરી ફાર્મ -નુતનનગર મેઇન રોડ (4)ભારત ડેરી ફાર્મ (05)શ્રી રામકૃપા ડેરી ફાર્મ -યુનિવર્સિટી રોડ (06)ચામુંડા ફરસાણ નમકીન (07)શ્રી બહુચરાજી સ્વીટ નમકીન (08)પ્રજાપતિ ફરાડી ખીચડી (09)કૈલાશ ફરસાણ (10)રાજ શક્તિ ફરસાણ (11)સંતોષ ડેરી ફાર્મ (12)ભગવતી ફરસાણ (13)જોકર ગાંઠિયા (14)બાલાજી ફરસાણ માર્ટ (15)ભગવતી સ્વીટ નમકીન (16)પ્રણામી ફરસાણ માર્ટ (17)અંબિકા ફરસાણ (18)રસિકભાઈ ચેવડાવાળા (19)મહાકાળી ફરાળી ખિચડી (લારી) (20)ચામુંડા ડેરી (21)ચામુંડા ફરસાણ (22)જય ભગીરથ ફરાસાણ સ્વીટ (23)કિશન ફરસાણ (24)શ્રી મોમાઈ ફરસાણ (25)માટેલ ફૂડ ઝોન (26)વરિયા ફરસાણ (27)શ્રીનાથજી ફરસાણ (28)ન્યુ ભારત ફરસાણ માર્ટ (29)ધનલ્ક્ષ્મી ફરસાણ (30)રવિ રાંદલ ફરસાણ (31)નવરંગ ફરસાણ (32)બાલાજી સ્વીટ ફરસાણ (33)મહાદેવ ફરાળી પેટીશનો સમાવેશ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.