અમદાવાદ ના અખબાર નગર પાસે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન દ્વારા ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું - At This Time

અમદાવાદ ના અખબાર નગર પાસે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન દ્વારા ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું


અમદાવાદ
તા:-૨૩-૧૨-૨૩

આજ રોજ સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન ચિત્ર સ્પર્ધાનું આયોજન અખબાર નગર સર્કલ,નવા વાડજ ખાતે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન સંસ્થાના સંચાલક ચંદ્રસિંહ ચૌહાણના સંચાલનમાં મનોદિવ્યાંગ બાળકોના વિકાસાર્થે કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના સહયોગના ભાગરૂપે યોગેશ્વરીબા ડોડીયા,ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ગાયત્રી મંત્રોચ્ચાર,પૂજા-અર્ચના,દિપ પ્રાગટ્ય કરી શુભકામના પાઠવી કરાવ્યું હતું,ચિત્ર સ્પર્ધામાં બધાં જ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ ચિત્રો દોર્યા હતા અને સૌ બાળકોને યોગેશ્વરીબા ડોડીયા દ્વારા ગીફ્ટ તથા સ્વાદિષ્ટ ભોજનમાં ભાજીપાવ,ગુલાબ જાંબુ,પુલાવ,પાપડ કાર્યક્રમના અંતે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા જમાડી ખુશ કરવામાં આવ્યા હતા

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.