જસદણમાં જેટકોના ટેકનીકલ વિજ કર્મચારીઓ આજરોજથી હડતાલ પર - At This Time

જસદણમાં જેટકોના ટેકનીકલ વિજ કર્મચારીઓ આજરોજથી હડતાલ પર


જસદણમાં જેટકોના ટેકનીકલ વિજ કર્મચારીઓ આજરોજથી હડતાલ પર

જસદણમાં જેટકોના ટેકનિકલ વીજ કર્મચારી યુનિયન દ્વારા ( ૬૬ કેવી ના આઉટસોર્સિંગ થી ચાલતા પાવર હાઉસ માં આવતી તારીખ ૧૫/૧૬/૧૭/ ૯ /૨૦૨૨ ના દિવસો માં હડતાલ જાહેર કરેલ છે જેમાં ૧૫/૯/૨૦૨૨ કાળી પટ્ટી બાંધીન વિરોધ પ્રદશન કરવામાં આવશે અને ૧૬/૯/૨૦૨૨ ૬૬kv ના નજીક ના જેટકો ડિવિઝન ની ઓફીસ પર ધરણાં કરવામાં આવશે. તેમજ ૧૭/૯/૨૦૨૨ જે સબસ્ટેશન પર ફરજ બજાવતા હોય ત્યાં પેન ડાઉન એટલે કે પેપર વર્ક પર લખવાનું બધું કામ બંધ રાખવામાં આવશે અને આ હડતાલ થી PGVCL નિ કામગિરિમાં તકલિફ ઉભી થશે જેમાં ડિસ્કોમ ના કર્મચારીઓ ને લાઇન ક્લિયર પરમીટ ( એલસીપી) મેળવવામાં મુશ્કેલી થઈ શકે છે. આ હડતાલ માં સબસ્ટેશન દીઠ ૮ એમ્પોલ્ય કામ કરે છે તે તમામ આ હડતાલમાં સહયોગી થશે તેમજ ગુજરાત ભરમાં તેનો પાલન થશે જે જેટકોના ટેકનિકલ વીજ કર્મચારી યુનિયન દ્વારા મીડિયા સમક્ષ નિવેદન અપાયું હતું.

Report By Rasik Visavaliya 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.