બરવાળા અમદાવાદ હાઇવે પર તુલસી હોટલ પાસે એક્ટિવા અને સ્વિફ્ટ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું. - At This Time

બરવાળા અમદાવાદ હાઇવે પર તુલસી હોટલ પાસે એક્ટિવા અને સ્વિફ્ટ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું.


બરવાળા શહેરના ખોડીયાર મંદિર નજીક તુલસી હોટલ પાસે બરવાળા ધંધુકા હાઇવે પર એક્ટિવા અને કારનો અકસ્માત સર્જાયો એક્ટિવા ચાલકનું મૃત્યુ નિપજતા કાર ચાલક કાર છોડી થયો ફરાર, બરવાળા ધંધુકા રોડ પર એક્ટિવા નંબર GJ 1 MK 9467 અને મારુતિ સ્વિફ્ટ કાર નંબર GJ 14 AA 0073 વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, અકસ્માતમાં એક્ટિવાના 2 ટુકડા થઈ ગયા હતા, અકસ્માતમાં તુલસી હોટલમાં મજૂરી કરતા અને બરવાળા શહેરના ચરમાળીયા શેરી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સુરેશભાઈ કાળુભાઈ ગોરાહવા નામના યુવાનનું માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું, અકસ્માતની ઘટનાની જાણ 108 ટીમને થતાં બરવાળા 108 ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ઈજાગ્રસ્તનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળતા બરવાળા પોલીસને જાણ કરાતા બરવાળા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતકને સામૂહિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ મારફતે મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે બરવાળા સામૂહિક કેન્દ્ર ખાતે લઈ જવામાં આવેલ અને બરવાળા પોલીસે અકસ્માત અંગેની તપાસ હાથ ધરી હતી જ્યારે મૃતકના સાળાએ અકસ્માત સર્જી ફરાર થનાર મારુતિ સ્વિફ્ટ કાર GJ 14 AA 0073 નંબરના ચાલક વિરુદ્ધ બરવાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈ બરવાળા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.