ચંદલા ગામેથી આઇસર ગાડીમાંથી ત્રણ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yhtqbtyvfln7z1k6/" left="-10"]

ચંદલા ગામેથી આઇસર ગાડીમાંથી ત્રણ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.


100 પેટી વિદેશી દારૂ સાથે એક ની ધરપકડ.

     ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી ખાનગી રહે બાતમી મળી હતી કે ચંદલા ગામે પાસિયા રોડ ઉપર આઇસર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થનાર છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી અને ત્યાંથી પસાર બાતમી વાળી આઇસર ગાડીને ઝડપી પાડી તેની તલાસી લેતા તેને અંદરથી ત્રણ લાખથી વધુ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.બુટલેગરો મધ્ય પ્રદેશ થી ગુજરાત માં વિદેશી દારૂ ઘુસાડવાના નવા નવા કીમીયા અજમાવતા હોય છે ત્યારે આઈસર ગાડીમાં ઈંટો ભરી તેની નીચે 100 પેટી દારૂ ની છુપાવી લાવતા બુટલેગર ને ગરબાડા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે વડવા ગામના  નંદેશ રાજુ કટારા  ને ઝડપી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]