ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં ડભોઇ નામાંકિત વિશ્વભરતી વિદ્યાલયના વાર્ષિક મહોત્સવની ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/s3nic8z3b0622irr/" left="-10"]

ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં ડભોઇ નામાંકિત વિશ્વભરતી વિદ્યાલયના વાર્ષિક મહોત્સવની ઉજવણી


( રિપોર્ટ -નિમેષ સોની, ડભોઇ )

( શિક્ષણ ક્ષેત્રે નગરમાં અવિરત 36 વર્ષથી શાળા કાર્યરત )

ડભોઇ નગરમાં છેલ્લા 36 વર્ષથી કાર્યરત નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિશ્વભારતી વિદ્યાલયનો વાર્ષિકોત્સવ સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમો સાથે ડભોઇ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે ડભોઇ - દભૉવતિ નગરીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને અતિથી વિશેષ તરીકે બજાર સમિતિના ચેરમેન દિલીપભાઈ પટેલ તથા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વીનભાઈ પટેલ ( વકિલ), શાળાનાં ટ્રસ્ટીઓ મહેશભાઈ કે. શાહ, અર્પિતભાઈ શાહ સહિતનાં હોદ્દેદારોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
વિશ્વભારતી વિદ્યાલયના શિક્ષકો દ્વારા સ્ટેજ પરફોર્મન્સ માટે બાળકોને તૈયાર કરીને શાળના બાળકો દ્વારા અલગ - અલગ ૨૭ જેટલી કૃતિઓનું સ્ટેજ ઉપરથી પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને નગરના પ્રતિષ્ઠિત આગેવાનો હાજર રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ વિશ્વભારતી વિદ્યાલય પરિવાર દ્વારા પોતાની શાળામાંથી અભ્યાસ કરીને ઉચ્ચતમ સિદ્ધિ પ્રાપ્ત કરેલ ભૂતકાળનાં વિધાર્થીઓને પણ શાળાએ યાદ કરીને આમંત્રિત કરી તેઓને ટોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મંચ ઉપરથી વકતવ્ય આપતાં ડભોઇ - દભૉવતિના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતાએ શાળાના સંચાલક મહેશભાઈ અને અર્પિતભાઈની કામગીરીને બિરદાવી હતી. એટલું જ નહીં પરંતુ તેઓની શાળામાં જે વિવિધ પ્રવૃત્તિઓની સાથે અલગ અલગ " ડે" ઉજવવામાં આવતા હોય છે જેમાં "દફતર મુક્ત ડે "( ભાર વગરનું ભણતર ) એટલે કે તે દિવસે બાળકોએ શાળામાં દફતર લીધા વગર આવવાનું અને માત્ર ખેલ મનોરંજન સાથે શિક્ષણ મેળવી ઘરે પરત ફરવાનું. આ " ડે "ની ઉજવણીને ધારાસભ્યએ ખૂબ જ બિરદાવી હતી. દફતર મુક્ત શિક્ષણનું અભિયાન એટલે ભાર વગરનું ભણતર આ અભિગમ સાથે લગભગ ગુજરાતમાં પ્રથમ એવી આ શાળા હશે કે, જે આ " ડે " ઉજવે છે. આમ, ધારાસભ્યએ શાળાનાં આ નવતર પ્રયોગની ખૂબ જ પ્રશંસા કરી હતી.


9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]