વિસાવદર તાલુકાના દુધાળા ગીર ખાતે કોમી એકતાનુ ઉદાહરણ પૂરું પડતું પ્રાચીન ગરબી નવરાત્રી ઉત્સવ સંપન્ન. - At This Time

વિસાવદર તાલુકાના દુધાળા ગીર ખાતે કોમી એકતાનુ ઉદાહરણ પૂરું પડતું પ્રાચીન ગરબી નવરાત્રી ઉત્સવ સંપન્ન.


વિસાવદર તાલુકાના દુધાળા ગીર ખાતે કોમી એકતાનુ ઉદાહરણ પૂરું પડતું પ્રાચીન ગરબી નવરાત્રી ઉત્સવ સંપન્ન દૂર નાનું એવા દુધાળા ગીર ગામમાં છેલ્લા 20 વર્ષથી કોમી એકતાના ઉદાહરણને સાર્થક કરતા ગામના ગરબી મંડળ અનોખી રીતે નવરાત્રી ઉત્સવ મનાવે છે. આ ગામમાં કુલ 1700 લોકોની વસ્તી છે, જેમાં દરેક સમાજના લોકો વસે છે, જેમ કે, પટેલ, મુસ્લિમ, કોળી, ગઢવી, દલિત વગેરે પરંતુ અહીંના લોકોમાં એકતા અને ભાઈચારાની લાગણી આ નવરાત્રી મહોત્સવ દરમ્યાન જોવા મળે છે. જેમાં ગામની દરેક સમાજની દીકરીયું એક સાથે રાસ રમે છે. ગામના માજી સરપંચ રહીમભાઈ વલીમહમદ ભાઈ બ્લોચ તરફથી દર વર્ષે બાળાઓને ઇનામ અર્પણ કરવામાં આવે છે.આ વર્ષે 200 બેડા રહીમભાઈ બ્લોચ તરફથી બાળાઓને ઇનામ આપી હિન્દૂ મુસ્લિમ કોમી એકતાનુ અનેરું ઉદાહરણ પૂરું પડ્યું હતું .ખાસ તો આ ગરબી મંડળમાં દલિતોની દીકરીયું પણ ગરબે રમે છે. આમ આ ગામ એકતાનુ પ્રતીક છે.હાલ ગામના સરપંચ રામા ભાઈ ગોવિંદભાઈ ભાસળીયા તમામ સમાજને સાથે રાખી નવલા નોરતાની ઉજવણી કરે છે વિશેષમાં લાખાભાઈ રામાભાઈ ભાસળીયા જેઓ આ ગરબીમાં સંચાલન કરી પોતાની સેવા પ્રદાન કરે છે. આજે નવલા નોરતાના નવમાં દિવસે ગરબી મંડળમાં રાસે રમતી બાળાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. નાના એવા છેવાડાના આ ગામમાં નાની નાની બાળાઓને રાસની તાલીમ આપી તૈયારી કરાવતી આજ ગામની બાળાઓ પારુલબેન હરીભાઈ સોલંકી તેમજ જલ્પાબેન કાંતિભાઈ પાટડીયાને ગામના સરપંચ દ્વારા વિશેષ પ્રમાણપત્ર આપી આજ રોજ સન્માનિત કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્મમાં વિસાવદરથી વીરેન્દ્ર સાવલિયા, નરેન્દ્ર કોટીલા, પાંચાભાઇ વણઝારાજીતુપુરી બાપુ, પોલીસ પરિવારમાંથી દિલુભાઈ ગઢવી, સઁતો મહંતો વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. જેમને પુષ્પહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે નવલા નોરતાના આ ભવ્ય કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો, અગ્રણીઓ, આગેવાનો, ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. આમ તમામ લોકો સાથે મળી આ નવરાત્રી મહોત્સવ સંપન્ન કાર્યો હતો. રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.