પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુન કરી લાશને સળગાવી નાખવાના ચર્ચાસ્પદ વણશોધાયેલ ખુનના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપી હોટલના મેનેજરને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય પોલીસ - At This Time

પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુન કરી લાશને સળગાવી નાખવાના ચર્ચાસ્પદ વણશોધાયેલ ખુનના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપી હોટલના મેનેજરને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય પોલીસ


ગઇ તા.૦૯/૧૦/૨૦૨૩ ના રોજ કલાક ૧૯/૦૫ વાગ્યે વનરાજભાઇ રૂપસંગભાઇ રાઠોડ રહે.ખામટા વાળાએ પડધરી પો.સ્ટે.માં ટેલીફોનથી જાણ કરેલ કે, ખામટા ગામની સીમમા ધાર તરીકે ઓળખાતી સીમમા રાજકોટ-જામનગર હાઇવે રોડથી નજીક સળગેલ હાલતમાં માનવ કંકાલ પડેલ છે તેવી જાહેરાત કરતા જે સબંધે પડધરી પો.સ્ટે. સ્ટે.ડા. એન્ટ્રી નં.૦૯/૨૦૨૩ કલાક.૧૧/૦૫ તા.૦૯/૧૦/૨૦૨૩ થી રજીસ્ટર થયેલ. જે સંબધે સ્થાનિક પોલીસ તથા એલ.સી.બી. ટીમ તુરતજ સ્થળ ઉપર પહોંચી એફ.એસ.એલ. અધિકારીશ્રીને સ્થળ ઉપર બોલાવી મળી આવેલ કંકાલ (લાશ) જોતા જે માનવ ખોપડીઅને હાથ હોવાનુ જણાયેલ જેથી લાશનુ ઇન્કવેસ્ટ ભરવાની તેમજ લાશનુ ફોરેન્સીક પી.એમ. કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને આ બાબતે ઉપરી અધિકારીશ્રીને જાણ કરવામાં આવેલ હતી.

બાદ મળી આવેલ કંકાલનું ફોરેન્સીક પી.એમ કરાવતા જેમા મરણ જનાર સ્ત્રી હોવાનુ અને તેની ઉંમર આશરે ૧૭ થી ૩૦ વર્ષની વચ્ચે હોવાનો ડોકટરશ્રીએ અભિપ્રાય આપેલ હતો. અને મરણ જનારના કોઇ વાલી વારસ મળી આવેલ ન હોય જેથી પડધરી પો.સ્ટે.ના એ.એસ.આઇ. શ્રી ધર્મેશભાઇ ભોજરાજભાઇ લાવડીયા નાઓને અજાણ્યા વ્યકિત સામે અજાણી સ્ત્રીનું કોઇ પણ કારણોસર મોત નિપજાવી તેની લાશને સળગાવી નાખી પુરાવાનો નાશ કર્યા અંગેની ફરીયાદ આપતા પડધરી પો.સ્ટે. ગુ.ર.નં, ૧૧૨૧૩૦૪૨૨૩૦૫૨૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૩૦૨, ૨૦૧ મુજબ અજાણ્યા માણસ સામે તા.૧૦/૧૦/૨૦૧૩ ના રોજ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ હતો.

ગુચ્છની ગંભીરતા ધ્યાને લઇ સજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ દ્રારા લાશની સત્વરે ઓળખ મેળવી ગુન્હો સત્વરે શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી કે.જી.ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ ગોંડલ તથા રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્સ. શ્રી એચ.સી.ગોહિલ અને શ્રી ડી.જી.બડવા તથા પડધરી પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી જી.જે. ઝાલા તથા એસ.ઓ.જી. શાખાના પો.સબ.ઇન્સ. શ્રી બી.સી.મીયાત્રા તથા એલ.સી.બી. અને એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો તથા પડધરી પો.સ્ટે.ના સ્ટાફના માણસો દ્વારા તાત્કાલીક અસરથી ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરાવામાં આવેલ હતી.

સ્થળ ઉપરથી માનવ ખોપડી, હાથ તથા ટ્રોલી બેગના અવશેષો તથા લાકડાના સળગેલા ટુકડા તથા પેટ્રોલીયમ પ્રવાહની હાજરી અને સ્થળ ઉપર ફોર વ્હીલ કારના ટાયરના નિશાન વિગેરે ચિન્હો જોવા મળેલ જે પરથી ગુન્હો શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવેલ અને અલગ અલગ ટીમો બનાવી ગુમસુધા/અપહરણ થયેલ વ્યકિતઓ તેમજ બનાવ સ્થળ આસપાસ તમામ વિસ્તાર સર્ચ કરી, ડોગ સ્કવોડ, એફ.એસ.એલ ટીમ સાથે રાખી ગુન્હા સાથે સંકળાયેલ કોઇ ચીજ વસ્તુ ની તપાસ કરેલ તેમજ ટેકનીકલ ટીમ દ્વારા ટેકનીકલ વર્કથી તેમજ હ્યુમન સોર્સીસ થી ઉંડાણપૂર્વક તપાસ કરી, સંખ્યાબંધ વ્યકિતઓ, વાહનો, મોબાઇલ નંબરો ચેક કરી તમામ ને વારાફરતી વેરીફાય કરી સતત આશરે પંદરેક દિવસો દિવસ-રાત તમામ ટીમોએ ઉપરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ મહેનત કરી સી.સી.ટી.વી. ફુટેજની મદદથી તપાસ કરતા મળી આવેલ શંકાસ્પદ વાહનોના માલીકની ખરાઇ કરવામા આવેલ. જેમાંથી એક હોન્ડા એકોર્ડ કાર નંબર GJ-03-KH-3767 વાળી શંકાસ્પદ મળેલ જેની ઇગુજકોપ તથા પોકેટકોપ ની મદદથી માહિતી મેળવતા આ કાર મેહુલભાઇ બેચરભાઇ ચોટલીયા રહે.રાજકોટ વાળાના કબજા ભોગવટાની હોવાનું જણાય આવેલ.

જેથી મેહુલભાઇ બેચરભાઇ ચોટલીયા રહે.રાજકોટ વાળાને પુછપરછ માટે બોલાવી યુકિત પ્રયુકિતથી તેની પુછપરછ કરવામાં આવતા તે ભાંગી પડેલ અને જણાવેલ કે, પોતે રાજકોટમાં પાર્કઇન હોટલમાં મેનેજર તરીકે નોકરી કરતા હોય અને પોતાની પત્ની સાથે છુટાછેડા થયેલ હોય બાદ દોઢ બે વર્ષ પહેલા અલ્પાબેન ઉર્ફે આઇશા વિઠ્ઠલભાઇ મકવાણા રહે. વણકરવાસ, મોરૈયા અમદાવાદ વાળી સાથે ઇમોરલ ટ્રાફીકના ધંધા બાબતે બન્ને એક બીજાના સંપર્કમાં આવેલ અને તેની સાથે મીત્રતા થતા તે પોતાની સાથે પોતાની પત્ની તરીકે રહેવા લાગેલ હતી અને છેલ્લા થોડા દિવસોથી તેની સાથે ઝઘડો ચાલતો હતો દરમ્યાન તા.૦૬/૧૦/૨૦૨૩ ના રોજ અલ્પાબેન ઉર્ફે આઇશા એ પોતાને બે ફડાકા માટેલ જેથી પોતે તેને બેડ ઉપર પછાડી દઇ તેનુ ગળુ દબાવી તેનુ મોત નિપજાવેલ અને ત્રણ દિવસ સુધી તેની લાશ પોતાના ઘરમાજ રાખેલ બાદ લાશનો નિકાલ કરવા તા.૦૮/૧૦/૨૦૨૩ ના રોજ તેની લાશને ટ્રોલી બેગમાં ભરી પોતાની હોન્ડા એકોર્ડ કાર નંબર GJ-03-KH-3767 વાળીમાં લઇ રાજકોટ- જામનગર હાઇવે રોડ નજીક ખામટા ગામની સીમમા અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેની લાશ ઉપર લાકડા મુકી તેના ઉપર પેટ્રોલ છાંટી સળગાવી નાખેલ હોવાની કબુલાત આપેલ છે. જેથી આ મેહુલભાઇ બેચરભાઇ ચોટલીયા રહે.રાજકોટ વાળા વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા સ્થાનિક પોલીસ દ્વારા મળી ગણતરીના દિવસોમાજ આ વણશોધાયેલ ખુનના ગુન્હાનો ભેદ ઉકેલી નાખવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

મેહુલભાઇ બેચરભાઇ ચોટલીયા જાતે.કડીયા ઉ.વ.૩૨ ધંધો.હોટલ મેનેજર રહે.હાલ. રાજકોટ, આત્મન એપાર્ટમેન્ટ ફલેટ નં.૫૦૪, નવજીવન સ્કુલ, શેરી નં.૭, ગાંધીગ્રામ રાજકોટ, મુળ ગામ. બાલભા, તા.જોડીયા, જી.જામનગર.

કામગીરી કરનાર

આ કામગીરી શ્રી કે.જી.ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ ગોંડલ તથા એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો.ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એચ.સી.ગોહિલ તથા શ્રી ડી.જી.બડવા અને એલ.સી.બી. શાખાની ટીમ તથા પડધરી પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી જી.જે.ઝાલા અને પડધરી પો.સ્ટે.ની ટીમ તથા એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પો.સબ.ઇન્સ.શ્રી બી.સી.મીયાત્રા અને એસ.ઓ.જી. શાખાની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.