ભારતીય શિક્ષણ મંડળ (સૌરાષ્ટ્ર પ્રાંત) દ્વારા એક દિવસીય કાર્યશાળાનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું - At This Time

ભારતીય શિક્ષણ મંડળ (સૌરાષ્ટ્ર પ્રાંત) દ્વારા એક દિવસીય કાર્યશાળાનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું


ભારતીય શિક્ષણ મંડળ (સૌરાષ્ટ્ર પ્રાંત) તેમજ આત્મીય યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય કાર્યશાળા તેમજ પ્રાંત કાર્યકારિણીની ઘોષણા તેમજ બેઠકનું સફળ આયોજન થયું. આ આયોજન આત્મીય યુનિવર્સિટી, રાજકોટ મુકામે કરવામાં આવ્યું હતું, જેમાં અખિલ ભારતીય ગુરુકુળ પ્રકલ્પનાં પ્રમુખ તેમજ પશ્ચિમ ક્ષેત્રનાં પાલક અધિકારી, આચાર્ય ડૉ. દીપક કોઈરાલા,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચલાક મુકેશ મલકાણજી
ભારતીય શિક્ષણ મંડળના મહિલા પ્રકલ્પના અખિલ ભારતીય પ્રમુખ અને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલગુરુ, પ્રો. અમીબેન ઉપાધ્યાય, આત્મીય યુનિવર્સિટીના કુલગુરુ, પ્રો. શિવ ત્રિપાઠી સહિતના પ્રાધ્યાપકો, રિસર્ચ ફેલો, શિક્ષણવિદો અને શિક્ષણ ક્ષેત્રે રસ ધરાવતા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રો. અમીબેન ઉપાધ્યાયે આ પ્રસંગે શિક્ષણમાં ભારતીયતા વિષયને કેન્દ્રમાં રાખીને મનુષ્યના સ્વથી સમાજ સુધીના યોગદાન વિષે વાત કરી. એમણે જણાવ્યું કે ભારતમાં શિક્ષણની વાત હોય તો એમાં સહજપણે ભારતીય ઉદ્દેશ, ભારતીય પાઠ્યક્રમ અને ભારતીય પદ્ધતિ હોવી જોઈએ.
પ્રો. શિવ ત્રિપાઠીએ જણાવ્યું કે ભારતીય શિક્ષણ ક્ષેત્રે નવી શિક્ષણ નીતિ બાદ હજુ પણ થોડો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. સમય સાથે એ વિરોધાભાસ ન રહે એ જવાબદારી આપણી સૌની છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચલાક મુકેશ મલકાણજીએ માર્ગદર્શન આપ્યું હતું અને ડૉ. રાજન જોષીએ ભારતીય શિક્ષણ મંડળ અને તેના કાર્યોનો વિસ્તૃત પરિચય આપ્યો હતો.

અંતિમ સત્રમાં ડૉ. અમીબેન ઉપાધ્યાયે ભારતીય શિક્ષણ મંડળ (સૌરાષ્ટ્ર પ્રાંત)ની કાર્યકારણીની જાહેરાત કરતા પ્રાંત અધ્યક્ષ, પ્રાંત મંત્રી તેમજ પ્રાંતના અન્ય દાયિત્વોની ઘોષણા કરી હતી. ત્યારબાદ આચાર્ય ડૉ. દીપક કોઈરાલાએ સંગઠનમાં કાર્યકર્તાની ભૂમિકા વિષે માર્ગદર્શન આપ્યું હતું તથા પ્રાંત મંત્રી ડૉ. ઋષિરાજ ઉપાધ્યાયે નવી કાર્યકારિણીને સંબોધન કર્યું હતું. છેલ્લે પ્રાંત પ્રચાર પ્રમુખ કુલદીપ લહેરુએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં ભારતીય શિક્ષણ મંડળના ગુજરાત પ્રાંતના મંત્રી, સહ મંત્રી, અનુસંધાન પ્રમુખ, સંપર્ક પ્રમુખ અને પ્રાંત કાર્યકારિણી સદસ્યે આ પ્રસંગે હાજરી આપી હતી. કુલ 9 જીલ્લાઓમાંથી વિવિધ વિદ્યાશાખાઓનું પ્રતિનિધિત્વ કરતા શિક્ષણવિદો અને વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા તજજ્ઞો માળીને લગભગ 130 જેટલા લોકો આ કાર્યશાળાથી લાભાન્વિત થયા હતા.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.