ભૂરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેરિત જીવદયા અભિયાન અંતર્ગત  ભુરખિયા ગામ ની  પ્રાથમિક શાળા ખાતે પુણ્યપ્રદાન બદલ વિદ્યાર્થી ઓને પ્રમાણપત્ર એનાયત  કરાયા - At This Time

ભૂરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેરિત જીવદયા અભિયાન અંતર્ગત  ભુરખિયા ગામ ની  પ્રાથમિક શાળા ખાતે પુણ્યપ્રદાન બદલ વિદ્યાર્થી ઓને પ્રમાણપત્ર એનાયત  કરાયા


ભૂરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેરિત જીવદયા અભિયાન અંતર્ગત 

ભુરખિયા ગામ ની  પ્રાથમિક શાળા ખાતે પુણ્યપ્રદાન બદલ વિદ્યાર્થી ઓને પ્રમાણપત્ર એનાયત  કરાયા

દામનગર. ભૂરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત જીવદયા અભિયાન અંતર્ગત ભુરખિયા ગામ ની પ્રાથમિક શાળા ખાતે પુણ્યપ્રદાન બદલ વિદ્યાર્થી ઓને પ્રમાણપત્ર એનાયત કરાયા અબોલ પશુઓની માવજત અને સારસંભાળ લેવા ના માનવીય ગુણો અભિગમ ને ઉજાગર કરવા ના શુભ હેતુ થી ગાય માતા ને દૈનિક આહાર અને પક્ષીઓ ને ચણ આપવા નું અદકેરું કાર્ય શાળા ના વિધાર્થીઓ દ્વારા બે માસ ના સમય ગાળા થી શરૂ છે અને આ પુણ્ય પ્રદાન કાર્ય ભવિષ્ય માં પણ આજીવન ચાલુ રાખવાનો દ્રઢ નિર્ધાર વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પિત થયો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા
ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ એવમ ભુરખિયા પૂજારી પરિવાર તેમજ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓ કાર્યકર શ્રી ઓની વિશેષ હાજરી માં વિદ્યાર્થી ઓને પુણ્યપ્રદાન બદલ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના કૌશિકભાઈ પારેખ અમરશીભાઈ પરમાર નરેશભાઈ ડોડીયા મનીષભાઈ નિમાવત સરપંચ રમેશભાઈ બારડ સંજયભાઈ તન્ના દેવરાજભાઈ સિંધવ ગોપાલભાઈ ચુડાસમાં કરશનભાઈ સરધારા વિઠલભાઈ સરધારા સહિત ના વરદહસ્તે પુણ્યપ્રદાન બદલ વિદ્યાર્થી ઓનો સત્કાર કરી પ્રમાણપત્ર એનાયત કરાયા હતા શાળા પરિવાર દ્વારા સુંદર વ્યવસ્થા સભર આયોજન કરાયું હતું ભુરખિયા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી શાળા પરિવાર સ્ટાફ દ્વારા સ્વાગત પ્રવચન બાદ વિદ્યાર્થી બાળકો ને પ્રમાણ પત્ર અને પારિતોષિકો વડે સન્માનિત કરવામાં આવેલ હતા.આ સમગ્ર કાર્યક્રમ નું સફળ અને બેનમૂન સંચાલન શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ હતું...

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.