સુઈગામ:ગેનીબેન ઠાકોરના નામવાળા બાંકડા પર પટ્ટી, શંકર ચૌધરી ના નામના બાંકડા ખુલ્લા કેમ.? તંત્રની બેવડી નીતિ સામે પ્રજાનો સવાલ.? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/y8hedvfoywvxqmu5/" left="-10"]

સુઈગામ:ગેનીબેન ઠાકોરના નામવાળા બાંકડા પર પટ્ટી, શંકર ચૌધરી ના નામના બાંકડા ખુલ્લા કેમ.? તંત્રની બેવડી નીતિ સામે પ્રજાનો સવાલ.?


રાજ્યમાં ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લગાવી દેવાઈ છે, જ્યારે સુઇગામ તાલુકા સેવાસદનમાં તાલુકા પંચાયત કચેરી, પ્રાંત કચેરી, તેમજ મામલતદાર ઓફિસ આવેલી છે, જ્યાં ઉમેદવાર પોતાનાં ઉમેદવારી ફોર્મ ભરવા પોતાના કાર્યકરો,ટેકેદારો,તેમજ મતદારો સાથે આવતા હોય છે, જેના કારણે લોકોની અવરજવર વધુ હોય છે ત્યારે સુઇગામ તાલુકા સેવા સદન કચેરીના ગ્રાઉન્ડમાં લોકોને સગવડ માટે પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીએ બેઠક માટેના સિમેન્ટના બાંકડાઓ મુકવામાં આવેલા હતા, ત્યારે વાવ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ધારાસભ્ય માં જીત્યા પછી તેમના નામના બેઠક માટેના બાંકડાઓ પણ સેવા સદન કચેરીના ગ્રાઉન્ડમાં મુકાયા હતા ત્યારે ચૂંટણી જાહેર થતાં જ બંને પક્ષના પ્રચાર માટે લખાણ પોસ્ટરો સહિત ને સરકારી તંત્ર દ્વારા દૂર કરવામાં આવતા હોય છે, પણ સુઇગામ વહીવટી તંત્ર દ્વારા ગેનીબેન ઠાકોરના નામવાળા બેઠકના બાંકડા ઉપર સફેદ કાગળ રાખી બેન્ડપટ્ટી મારીને ઢાંકી દેવાયા છે, જયારે તાલુકાની આ જ સેવા સદન કચેરીના ગ્રાઉન્ડમાં રહેલા બાંકડાઓ શંકર ચૌધરી દ્વારા તેમના નામવાળા મૂકેલા છે, જે નામ દૂર કરવામાં કે ઢાંકવામાં ના આવતાં સરકારી તંત્ર કોઈના દબાણ હેઠળ દબાઈને બેવડી-નીતિ અપનાવી રહ્યા છે કે શું..? તેવા પ્રશ્નો લોકોમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો.
*રિપોર્ટ-:જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]