નડિયાદ વિધાનસભાના વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ હાઇસ્કુલ માં સ્કુલબેગ, નોટો, શૈક્ષણિક સાધન કીટ આપી પ્રવેશ કરાવ્યો - At This Time

નડિયાદ વિધાનસભાના વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ હાઇસ્કુલ માં સ્કુલબેગ, નોટો, શૈક્ષણિક સાધન કીટ આપી પ્રવેશ કરાવ્યો


નડિયાદ વિધાનસભાના વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ હાઇસ્કુલ માં સ્કુલબેગ, નોટો, શૈક્ષણિક સાધન કીટ આપી પ્રવેશ કરાવ્યો...

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૨ અન્વયે સ્વામિનારાયણ સર્વોચ્ચ ધામ નડિયાદ વિધાનસભાના વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ હાઇસ્કુલ વડતાલમાં ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવી સ્કુલબેગ, નોટો, શૈક્ષણિક સાધન કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો અને તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા...

આ પ્રસંગે સરપંચશ્રી અમિતભાઈ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી દિનેશભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ, ડે.સરપંચ શ્રી મીતુલભાઈ, શ્રી મહેન્દ્રભાઈ - સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટી, લક્ષ્મીનારાયણ કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ ભરતભાઈ, હિતેશભાઈ, અગ્રણી શ્રી રાકેશભાઈ ભગત, શાળાના આચાર્ય શ્રીમતી દેવ્યાનીબેન શર્મા તથા શ્રી સચિનભાઈ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, પંચાયતના સભ્યશ્રીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.