બોટાદ તાલુકાનો માર્ચ મહિનાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨/૦૩/૨૦૨૩ના રોજ યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xyg0sdhy9sqbapqj/" left="-10"]

બોટાદ તાલુકાનો માર્ચ મહિનાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨/૦૩/૨૦૨૩ના રોજ યોજાશે


બોટાદ તાલુકાનો માર્ચ મહિનાનો સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨/૦૩/૨૦૨૩ના રોજ યોજાશે

બોટાદ તાલુકા (શહેર તથા ગ્રામ્ય)નો માર્ચ મહિનાનો તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૨/૦૩/૨૦૨૩ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ, મામલતદાર કચેરી, બોટાદ ખાતે યોજાશે. આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટે તા. ૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૬:૧૦ કલાક સુધી અરજી કરવા મામલતદાર, બોટાદ (ગ્રામ્ય)ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]