3 માર્ચથી ધ્રાંગધ્રા-બોટાદ અનરિઝર્વ્ડ પેસેન્જર ટ્રેનના સમયમાં ફેરફાર - At This Time

3 માર્ચથી ધ્રાંગધ્રા-બોટાદ અનરિઝર્વ્ડ પેસેન્જર ટ્રેનના સમયમાં ફેરફાર


3 માર્ચથી ધ્રાંગધ્રા-બોટાદ અનરિઝર્વ્ડ પેસેન્જર ટ્રેનના સમયમાં ફેરફાર

પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડિવિઝન થઈને દોડતી ટ્રેન નંબર 09360 (ધ્રાંગધ્રા-બોટાદ)ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનનો સમય સુરેન્દ્રનગર ગેટ સ્ટેશનથી કુંડલી સ્ટેશન સુધી બદલવામાં આવ્યો છે, બાકીના સ્ટેશનોના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, ફેરફાર બાદ આ ટ્રેનનો સમય નીચે મુજબ રહેશેઃ
આ ટ્રેન તેના હાલના સમય મુજબ 20.45 વાગ્યે ધ્રાંગધ્રા સ્ટેશનથી ઉપડશે. સુરેન્દ્રનગર જં. પર આગમન/પ્રસ્થાનનો સમય પણ 21.30/21.35 વાગ્યેનો રહેશે. પરંતુ તે પછી સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 21.40/21.41 વાગ્યે રહેશે. તેવી જ રીતે, જોરાવરનગર સ્ટેશનનો આગમન/પ્રસ્થાનનો સમય 21.46/21.47 વાગ્યે, વઢવાણ સિટી સ્ટેશન પર 21.54/21.55 વાગ્યે, લીંબડી સ્ટેશન પર 22.13/22.14 વાગ્યે, ચૂડા સ્ટેશન પર 22.25/22.26 વાગ્યે, રાણપુર સ્ટેશન પર 22.41/22.42 વાગ્યે, કુંડલી સ્ટેશન પર 22.59/23.00 વાગ્યે અને બોટાદ સ્ટેશન પર 00.20 વાગ્યે રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, યાત્રી કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.