રાજકોટમાં પિતાની રિવોલ્વર કમરે ટીંગાડી, કાર પર બેસી 'હું જે કામ ધારું એ મારી મેલડી’ અવાજ પર રીલ્સ બનાવી

રાજકોટમાં પિતાની રિવોલ્વર કમરે ટીંગાડી, કાર પર બેસી ‘હું જે કામ ધારું એ મારી મેલડી’ અવાજ પર રીલ્સ બનાવી


રાજકોટમાં યુવાધન રીલ્સ બનાવવાની ઘેલછામાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરી બેસે એવા ઘણા કિસ્સા અગાઉ બની ચૂક્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એમાં ભાજપનાં મહિલા કોર્પોરેટરના પુત્રએ પોતાના પિતાની રિવોલ્વર કમર પર ટીંગાડી, કારના બોનેટ પર ઠાઠમાઠથી બેસી ફોનમાં વાત કરતો હોય એવી રીલ્સ બનાવી છે. આ રીલ્સ પોતાના સોશિયલ મીડિયામાં વાઇરલ પણ કરી હતી. આ રીલ્સમાં ‘હું જે કાંઈ કામ ધારું એ મારી મેલડી’નો અવાજ આપવામાં આપવામાં આવ્યો છે. પિતાની રિવોલ્વર પુત્ર કેવી રીતે કમર પર ટીંગાડી શકે એવા સવાલો પણ લોકોમાં ઊઠ્યા છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »