ધંધુકા એપી એમ સી ની ચૂંટણી જાહેર થતા ભરશિયાળે ખેડૂતની ૧૦ સીટ માટે ગરમાવો.

ધંધુકા એપી એમ સી ની ચૂંટણી જાહેર થતા ભરશિયાળે ખેડૂતની ૧૦ સીટ માટે ગરમાવો.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા એપી એમ સી ની ચૂંટણી જાહેર થતા ભરશિયાળે ખેડૂતની ૧૦ સીટ માટે ગરમાવો.
ભાજપ-કોંગ્રેસ ઇલુ-ઇલુ કરી સીટો વહેંચશે કે જંગ ખેલશે.
ધંધુકા એપી એમ સી ની ચૂંટણી તાજેતરમાં જાહેર કરાતા ભાજપ-કોંગ્રેસના ખાસ કરીને ખેડૂત પેનલના દાવેદારોમાં ચોગઠા ગોઠવવાનું શરૂ થયું છે. જ્યારે વેપારી- ખરીદ વેચાણની સીર્ટો બિનહરીફ બનવાની શક્યતા સેવાઈ રહી છે. વેપારી અને ખરીદ વેચાણ સંઘની સીટોબિનહરીફ થવાની શક્યતાઃ મતદાર યાદીનો ધમધમાટ શરૂ ધંધુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)ની ચૂંટણી અચાનક જાહેર થતા ધંધુકા તાલુકામાં આ ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. ધંધુકા એપીએમસીનું ક્ષેત્ર ખુબ જ મોટું હોવાથી તેમજ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા હોવાના કારણે આ વખતે ધંધુકા એપીએમસીની ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ જામે તેવી પુરી શક્યતા છે. છેલ્લા ઘણા વર્ષોથી ધંધુકા એપી એમ સીમાં ભાજપ-કોંગ્રેસના ઇલુ-ઇલુના કારણે ભાજપના આગેવાનોએ સત્તા જાળવી રાખી એક તરફી શાસનનો પરચો આપેલ છે. પરંતુ ગુજરાત પ્રદેશ ભાજપની સુચના મુજબ હવે દરેક સહકારી ક્ષેત્રમાં પણ ભાજપ પક્ષ દ્વારા મેન્ડેટ આપીને ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવે છે. અત્યાર સુધી તો ભાજપ-કોંગ્રેસની મીલીભગતને કારણે ખાનગીમાં સહકારી ક્ષેત્રના આગેવાનો કુલડીમાં ગોળ ભાંગી નાખતા હતાં પરંતુ હવે ભાજપના જે આગેવાનોને મેન્ડેટ મળસે તેજ આગેવાનો ચૂંટણીમાં ભાગ લઇ શકશે. ધંધુકા એપી એમ સીની મુદત થતા સતા લંબાવવાને બદલે સરકાર દ્વારા વહિવટદારની નિમણૂંક કરવામાં આવી હતી અને ત્યારબાદ તા. ૧૯- ૧-૨૩ના રોજ રાજ્યના સહકાર વિભાગ દ્વારા જાહેરનામુ બહાર પાડી ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જેમાં ધંધુકા તાલુકાની તમામ મંડળીઓને મોડામાં મોડી તા.૨૩-૧૯૨૩ના દિવસે મતદાર યાદી મોકલી દેવાનું જણાવી દેવાયું છે અને મતદાર યાદી સામે વાંધા અને નિકાલની પ્રક્રિયા અને આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ તા.૨૦-૨-૨૩ના રોજ છે અને ઉમેદવારી પત્ર ભરવાની તા.૨૩- ૩-૨૩ છે અને ચૂંટણીની તા.૫-૪-૨૩ના રોજ રાખેલ છે. આમ ધંધુકા એપીએમસીમાં ખેડૂત વિભાગમાંથી દસ સીટો છે. આ ખેડૂત વિભાગની દસ સીટો માટે ખરાખરીનો જંગ ખેલાશે તેવા એંધાણ પ્રાપ્ત થયા છે. વેપારી વિભાગની કુલ ચાર સીટો છે જેમાં આ વેપારી વિભાગની ચારે ચાર સીટો બિનહરીફ થવાની પુરેપુરી શક્યતા છે. જ્યારે ખરીદ વેચાણ સંઘની બે સીટો છે જે પણ બિનહરીફ થવાની શક્યતા છે. આમ ધંધુકા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગના દસ સભ્યો માટે ખરાખરીનો જંગ ખેલાશે કે પછી ભાજપ-કોંગ્રેસ ઇલુ-ઇલુ કરીને સીટોની વહેંચણી કરશે તે તો આવનારો સમય જ કહેશે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »