રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં, ધાણા, ચણાને ફક્ત રજિસ્ટ્રેશનથી એન્ટ્રી

રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં, ધાણા, ચણાને ફક્ત રજિસ્ટ્રેશનથી એન્ટ્રી


આજથી ત્રણ દિવસ માવઠાની આગાહીને લઇ એલર્ટ
આજથી ખેડૂતોને ખુલા મેદાનમાં માલ ઉતારવાની મનાઇ
રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજથી ત્રણ દિવસ માવઠાની આગાહીને લઈને એલર્ટ જાહેર કરાયું છે. ઘઉં, ચણા અને ધાણા સહિતની જણસીઓની આવક રજિસ્ટ્રેશન કરાવીને આવે તો જ એન્ટ્રી અપાય છે. ખેડૂતોને ખુલા મેદાનમાં માલ ઉતારવાની મનાઇ ફરમાવતો પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
યાર્ડના ઇન્સ્પેકટર પ્રવીણભાઇ ભુતએ જણાવ્યું હતું કે આજે રજિસ્ટ્રેશન કરાવ્યા પછી જ ખેડૂતોએ માલ લઇને આવવાનું રહે છે. આજે ઘઉંમાં ૧૫૦ વાહન, ચણામાં ૧૦૦ વાહન ધાણામાં ૧૦૦ વાહન અને મરચાંમાં ૧૦ વાહનને એન્ટ્રી અપાઇ હતી. માવઠાની આગાહી હોય ખેડૂતો અને વેપારીઓને નુકસાની ન જાય તેવા હેતુથી ચેરમેન જયેશભાઇ બોઘરાના આદેશથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »