મહંમદપુરા શાળા નો ૫૯મો સ્થાપના દિવસ ઉજવાયો - At This Time

મહંમદપુરા શાળા નો ૫૯મો સ્થાપના દિવસ ઉજવાયો


સમી:સમી તાલુકા ની મહંમદપુરા પ્રાથમિક શાળા નો ૫૯મો સ્થાપના દિવસ આજરોજ તા.૦૮/૦૮/૨૦૨૨ ના રોજ કેક કાપી ને ઉજવવામાં આવ્યો.પાટણ જિલ્લા આરોગ્ય સમિતિ ના ચેરમેનશ્રી મનુજી ઠાકોર ના હસ્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. અને ચેરમેન દ્વારા શાળા પરીવાર ને રોકડ રૂપિયા (૫૦૦૦)પાંચ હજાર નું દાન પેટે શાળા ના આચાર્યશ્રી ને અર્પણ કર્યાં.

આ પ્રસંગે તાલુકા પંચાયત ના સભ્ય દિનેશજી ઠાકોર, મહંમદપુરા સરપંચ સાધુ મંજુલાબેન મનહરદાસ, સામાજીક કાર્યકર પેલાદજી ઠાકોર તેમજ શાળા ના આચાર્ય, એસ.એમ.સી કમિટી ના સભ્યો તથા શાળા ના બાળકો હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.