બાલાસિનોર થી કોતરબોર રસ્તાના કામો માં ભ્રષ્ટાચાર થયાની બૂમો ઊઠી - At This Time

બાલાસિનોર થી કોતરબોર રસ્તાના કામો માં ભ્રષ્ટાચાર થયાની બૂમો ઊઠી


આ સંદર્ભે બાલાસિનોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રંગીતસિંહ ચૌહાણે જણાવ્યું હતુ કે, “વારંવાર કે રજૂઆત કરી હોવા સમય મર્યાદા હોવા છતાં કે કામગીરી પુર્ણ કરવામાં આવી નથી. સુરક્ષા દિવાલોમાં ઓછી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવ્યુ છે.

બાલાસિનોર રાજપુર-સાકરિયા-કોતરબોર સુધીના રોડ બનાવવામાં ગુણવત્તા વગરનું મટીરીયલનો ઉપયોગ કર્યો હોવાનો અને સમયમર્યાદામાં રોડનું કામ થતું નહિ હોવાની સ્થાનિક ગ્રામજનોની રજૂઆતો તંત્ર જાણે ધોઈને પી ગયુ છે. વારંવાર રજૂઆતો કરવામાં આવી છતા કોઇ જ કાર્યવાહી કરવામાં ના આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. અને આ બાબતે રસ્તા વિના અગવડ ભોગવી રહેલ ગ્રામજનો આંદોલનાત્મક કાર્યક્રમો કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

બાલાસિનોરને જોડતો રાજપુર- સાકરીયા કોતરબોર રોડ જ્યારે ૨૦ વર્ષે બની રહ્યો છે ત્યારે આ રોડના કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા હોવાનું અને સમય મર્યાદામાં કામ નહીં થતું હોવાની લેખિત રજૂઆત ગ્રામજનોએ કરી હોવા છતાં સરકારી તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રોડની બંને સાઈડ વરસાદી પાણીમાં ધોવાઈ ગઇ છે. અને રોડમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે તેમજ વરસાદી માહોલમાં પણ રોડ અને સુરક્ષાઓનીદીવાલો બનાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી રે છે. દિવાલ ઘડતરમાં સ્ટીલ ઉપયોગ કરવામાં નથી । આવી રહ્યો આમ રોડ કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું હું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે. આ રોડના ધીમી । ગોકળગાયની ગતિથી ચાલતા કામથી શાળા કોલેજ • જતા વિદ્યાર્થીઓ અને મુસાફરી કરતા ગ્રામજનોને ૬ ભારે અગવડ પડી રહી છે. જેની રજુઆત તાલુકા અને । જિલ્લા કક્ષાએ કરવામાં આવી છતાં અધિકારીઓ દ્વારા આંખ આડા કાન રાખવામાં આવી રહ્યા હોવાનું ગામ । લોકો જણાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon