ભાવનગર જીલ્લાના બહુચર્ચીત તળાજા તાલુકાના પિંગળી ગામે થયેલ ડબલ મર્ડરના વણ શોધાયેલ ગુન્હાનો અવિરત અને અથાગ પ્રયત્નોથી ભેદ ઉકેલી રૂ.૬૬,૦૦૦/-ના મુદ્દામાલ સાથે છ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xshypdezbo4vv4vw/" left="-10"]

ભાવનગર જીલ્લાના બહુચર્ચીત તળાજા તાલુકાના પિંગળી ગામે થયેલ ડબલ મર્ડરના વણ શોધાયેલ ગુન્હાનો અવિરત અને અથાગ પ્રયત્નોથી ભેદ ઉકેલી રૂ.૬૬,૦૦૦/-ના મુદ્દામાલ સાથે છ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ


ગઇ તા.૧૧/૦૭/૨૦૨૩ના રોજ ફરિયાદીશ્રી સંજયભાઇ શિવાભાઇ રાઠોડ ઉ.વ.૩૩ રહે.પીંગળી તા.તળાજા જી. ભાવનગર નાએ ફરિયાદ આપેલ કે, “તા.૧૧/૦૭/૨૦૨૩ ના રોજ પોતાના કાકા રાયસંગભાઇનો ફોન આવેલ કે “વાડીએ ભેંસો બાંધ્યું એમ ને એમ છે, તમારા પિતા શીવાભાઇનો ફોન લાગતો નથી અને બંધ આવે છે”. તેમ જણાવતા પોતાના કાકાના દીકરા યોગરાજને ફોન કરીને ઘરે જઇને તપાસ કરવા માટે જણાવતા તેણે ઘરે જઇ જોતા જણાવેલ કે “કાકા અને કાકી બંને ખાટલામાં સુતા છે અને તમે જલદી આવો” તેમ કહેતા પોતે તાત્કાલીક પોતાના ઘરે આવતા પોતાના માતા-પિતાની લાશો ઘરની ઓશરીમાં અલગ-અલગ ખાટલામાં પડેલ હતી. તેઓ બંન્નેને શરીરે તીક્ષ્ણ હથીયારની ઇજાઓ હતી.લોહી ભોંયતળીંયામાં સુકાય ગયેલ હતું. ઘરમાં અંદરના ભાગે રૂમનું તાળૂં કોઇએ ચાવી વડે ખોલી કબાટનો સામાન વેરવીખેર હાલતમાં પડેલ હતો.જેથી કોઇએ ઘરમાંથી ચોરી-લુંટ કર્યાના ઇરાદે તિક્ષ્ણ હથીયાર વડે પોતાના માતા-પિતાની હત્યા કરીને અંગેની ફરિયાદ જાહેર કરેલ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર નાઓએ જાતે થી સ્થળની વિઝીટ લઇ જે તે વખતના લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્કવોડ, સ્થાનીક પો.સ્ટેંનાં માણસોને ઉપરોક્ત અતિ ગંભીર પ્રકારનો ડબલ મર્ડરનો અન ડીટેકટ ગુનો શોધી કાઢવા માટે સખત સુચના કરવામાં આવેલ. તેમજ આ અંગે પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગરનાઓ દ્રારા સ્પેશીયલ ઇન્વેસ્ટીગશન ટીમ (S.I.T)ની પણ રચના કરવામાં આવેલ.

આ ગુનો શોધી કાઢવા માટે છેલ્લા છએક મહીનાથી ભાવનગર જીલ્લા પોલીસ ટીમ અથાગ રાત-દિવસ પ્રયત્નો કરી રહેલ હતી. જેમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સથી આરોપીઓની ભાળ મેળવવા તજવીજ કરેલ. પિંગળી ગામથી આજુ-બાજુના ૫૦ કિમી વિસ્તારના કુલ-૧૯ ગામના કુલ-૩૮ સી.સી.ટી.વી કેમેરાઓ તપાસવામાં આવેલ.આવા ગુન્હાઓમાં અગાઉ પકડાય ગયેલ ઇસમો, અનેક શંકાસ્પદ અને પિંગળી ગામ તથા તેની આજુ-બાજુના ગામના રહીશોની પુછપરછ કરવામાં આવેલ. આ બનાવમાં નાનામાં નાની કડી મળે તો પણ ઉંડાણપુર્વક ચકાસણી કરવામાં આવેલ હોવા છતાં આ ગુનો વણશોધાયેલો રહેવા પામેલ હતો.

ગઇ કાલ તા.૨૨/૦૧/૨૦૨૪નાં રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ તથા એલ.સી.બી સ્ટાફનાં માણસો ઉપરોક્ત વણ શોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાના શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન તળાજા તાલુકાના ભદ્દાવળ નં.૩, ભદ્દાવળ-પીંગળી રોડ, મોટી માંડવાળી ચોકડી પાસે રોડ ઉપર આવતા નીચે મુજબનાં આરોપી નં.૧-૨ શંકાસ્પદ મો.સા અને રોકડા રૂ.૩૩,૦૦૦/- સાથે હાજર મળી આવેલ. જે રોકડ રકમ તથા મોટર સાયકલ અંગે તેઓ બંને પાસે આધાર-પુરાવાઓ નહિ હોવાથી શક પડતી મિલ્કત તરીકે મુદ્દામાલ કબ્જે કરી તેઓ બંનેને અટક કરવામાં આવેલ. તેઓની અલગ-અલગ પુછપરછ કરતાં તેઓ ભાંગી પડેલ અને તેઓ બંનેએ કબુલાત કરેલ કે,’’ આજથી આશરે છ-એક મહિના પહેલા રણજીતભાઇ યાદવ રહે.પીંગળી તા.તળાજા જી.ભાવનગરવાળાના કહેવાથી અને તેની પાસેથી રૂ.૫,૦૦,૦૦૦/-ની સોપારી લઇને તેણે પીંગળી ગામે બતાવેલ ઘરમાં જઇને નીચે જણાવેલ આરોપી નં.૧ થી ૫ તથા પકડવાના બાકી આરોપીએ મકાને જઇ મોડી રાતના વંડી ટપીને મકાનમાં પ્રવેશી દાદા અને દાદીને તેઓની પાસે રહેલ તિક્ષ્ણ હથિયારોના ઘા મારી મારી નાંખેલ. તેઓએ દાદીએ શરીરે પહેરેલ સોનાના દાગીના તથા દાદા પાસે રહેલ મોબાઇલ ફોન લઇનેરણજીતભાઇ યાદવને આપી દીધેલ હોવાનું તથા રણજીતભાઇ યાદવે આ મર્ડર કરવા માટે રૂ.૫,૦૦,૦૦૦/- આપેલ. જેમાં આરોપી નં.૧ના ભાગે આવેલ રૂ.૯૦,૦૦૦/-માંથી રૂ.૩૩,૦૦૦/- પોલીસે કબ્જે કરેલ.’’

આ ઉપરોક્ત બંને આરોપીઓએ ડબલ મર્ડર કરેલ હોવા અંગે કરેલ કબુલાતમાં જણાવેલ બાકીના આરોપીઓને પકડવા માટે ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડ તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોની અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરતાં નીચે જણાવેલ આરોપી નં.૩ થી ૬નાઓ મળી આવતાં તેઓને પણ ડબલ મર્ડરના ગુન્હામાં ધોરણસર અટક કરવામાં આવેલ.
*પકડાયેલ આરોપીઓ:-*
1. જોરૂભાઇ કમાભાઇ પરમાર ઉ.વ.૪૪ ધંધો-ખેત મજુરી રહે. મહાદેવવાળા તળીયામાં, થોરાળી તા.શિહોર જી.ભાવનગર હાલ- સુરાભાઇ ભુરાભાઇ કુવાડીયાની વાડીએ,સખવદર તા.શિહોર જી.ભાવનગર
2. ભુપતભાઇ બચુભાઇ વાઘેલા ઉ.વ.૫૫ ધંધો-છુટક ખેત મજુરી રહે.પિપરલા, તા.ઘોઘા જી. ભાવનગર
3. દિપાભાઇ ઉર્ફે દિપકો કમાભાઇ પરમાર ઉ.વ.૩૫ ધંધો-ખેત મજુરી/માલ ઢોરનો વેપાર રહે.મહાદેવવાળા તળીયામાં, થોરાળી તા.શિહોર જી.ભાવનગર હાલ-ભાદર ડેમના કિનારે, વાડાછડા, તા.ગોંડલ જી. રાજકોટ
4. મેરૂ ઉર્ફે મેરીયો કમાભાઇ પરમાર ઉ.વ.૨૫ ધંધો-ખેત મજુરી/માલ ઢોરનો વેપાર રહે. મહાદેવવાળા તળીયામાં, થોરાળી તા.શિહોર જી.ભાવનગર
5. પ્રતાપભાઇ ઉર્ફે બોડો સામંતભાઇ ધોળકીયા ઉ.વ.૨૫ ધંધો-છુટક મજુરી કામ રહે. દે.પુ.વાસ, નાવલી નદીના કાંઠે, હાથસણી રોડ, સાવરકુંડલા, જી.અમરેલી
6. રણજીતભાઇ કનુભાઇ યાદવ ઉ.વ.૪૪ રહે.પિંગળી, તા.તળાજા જી.ભાવનગર

*પકડવાના બાકી આરોપી:-*
રતન ઉર્ફે રત્નો સ/ઓ ભુપતભાઇ બચુભાઇ વાઘેલા રહે.પિપરલા, તા.ઘોઘા જી. ભાવનગર

*કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-*
1. ભારતીય ચલણની રૂ.૫૦૦/-ના દરની નોટ નંગ-૬૬ કુલ કિં.રૂ.૩૩,૦૦૦/-
2. હિરો હોન્ડા સ્પલેન્ડર પ્રો મો.સા રજી. નં.GJ-04-CE-8143 કિં.રૂ.૩૦,૦૦૦/- મળી *કુલ રુ.૬૬,૦૦૦/-નો મુદ્દામાલ*
*શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-*
તળાજા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૫૩૨૩૦૪૦૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૦૨,૪૫૨ જી.પી.એક્ટ કલમઃ૧૩૫ મુજબ
*આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ :-*
🔸 *આરોપી દિપાભાઇ કમાભાઇ પરમાર વિરુધ્ધ દાખલ ગુન્હાઓઃ-*
1) શિહોર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૦૦૬૧/૨૦૧૪ ઇ.પી.કો કલમઃ- ૩૦૪ (અ), ૨૭૯, વિગેરે
2) શિહોર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૦૦૨૧/૨૦૧૬ ઇ.પી.કો કલમઃ- ૩૭૯, ૪૪૭ વિગેરે

🔸 *આરોપી ભુપત બચુભાઇ વાઘેલા વિરુધ્ધ દાખલ ગુન્હાઓઃ-*
1) ઘોઘા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૦૦૩૭/૨૦૦૪ ઇ.પી.કો કલમઃ-૩૦૨, ૩૪, જી.પી.એક્ટ કલમઃ- ૧૩૫ મુજબ
🔸 *આરોપી રણજીતભાઇ કનુભાઇ યાદવ વિરુધ્ધ દાખલ ગુન્હાઓઃ-*
1) પાલીતાણા રૂરલ પો.સ્ટે સે. ગુ.ર.નં.૦૦૩૫/૨૦૧૫ ઇ.પી.કો કલમઃ-૩૨૩, ૪૨૭,૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમઃ- ૧૩૫ મુજબ
2) સુરત શહેર, સુરત રેલ્વે પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં.૦૮૩૭/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમઃ- ૬૫ ઇ મુજબ
*ગુનો કરવાની એમ.ઓ:-*
આ કામના આરોપીઓએ પોતાના આર્થીક ફાયદા સારૂ ગુનાહિત કાવતરૂ રચી એક સંપ કરી રૂ.૫,૦૦,૦૦૦/-ની સોપારી લઇ હથિયારો સાથે સ્થળ ઉપર જઇ મરણ જનારના શરીરે હથિયારોથી આડેધડ ઇજાઓ કરી ક્રુરતાથી મારી નાંખી ગુનો કરેલ.
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
લોકલ ક્રાઇમ બ્રાન્ચ પો.ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, શ્રી બી.એચ.શીંગરખીયા તથા એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ સેલના તથા સાયબર સેલ સ્ટાફ જયદાનભાઇ લાંગાવદરા, અરવિંદભાઇ મકવાણા, દિપસંગભાઇ ભંડારી, ફાલ્ગુનસિંહ ગોહિલ, હારીતસિંહ ચૌહાણ, હરેશભાઇ ઉલવા, ભયપાલસિંહ ચુડાસમા, હિરેનભાઇ સોલંકી, પ્રદિપસિંહ ગોહિલ, ભૈરવદાન ગઢવી, ઇમ્તિયાઝખાન પઠાણ, ચંદ્દસિંહ વાળા, નીતીનભાઇ ખટાણા, મજીદભાઇ શમા, સત્યજીતસિંહ ચુડાસમા, અલ્ફાઝભાઇ વોરા, સંજયસિંહ ઝાલા, સોહીલભાઇ ચોકીયા, બિજલભાઇ કરમટીયા, લાખાભાઇ મકવાણા, હરપાલસિંહ ગોહિલ, પ્રજ્ઞેશકુમાર પંડયા, રઘુભાઇ મકવાણા,હસમુખભાઇ પરમાર, હરપાલસિંહ સરવૈયા, હરિશ્ચંદ્દસિંહ ગોહિલ, પ્રવિણભાઇ પરમાર, જયદિપભાઇ ભટ્ટ વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]