ધંધુકામાં વિકલાંગ મતદારો માટે વ્હીલ ચેર સહિતની ખાસ વ્યવસ્થા કરાઈ - At This Time

ધંધુકામાં વિકલાંગ મતદારો માટે વ્હીલ ચેર સહિતની ખાસ વ્યવસ્થા કરાઈ


ધંધુકામાં વિકલાંગ મતદારો માટે વ્હીલ ચેર સહિતની ખાસ વ્યવસ્થા કરાઈ

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તેમજ ધોલેરા વિસ્તારમાં મોટી ઉંમરના લોકો માટે તેમજ વિકલાંગો માટે ધંધુકા હેલ્થ ઓફિસ દ્વારા તકેદારીના ભાગરૂપે ખાસ સગવડતા ઉભી કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન થી આરોગ્ય વિભાગ ધંધુકા અને ધોલેરા દ્વારા વિકલાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થાના ભાગ રૂપે દરેક મતદાન મથક પર વ્હીલ ચેરની વ્યવસ્થા રાખવામાં આવેલ અને તેમને મતદાન મથક બુથ સુધી લાવવા લઈ જવા માટે દરેક બુથ પર આરોગ્ય સહાયક મૂકવામાં આવેલ હતા. તેમજ દરેક બુથ પર મેડિકલ કીટ તેમજ ગરમી માં રાહત મળે તે હતું સર ORS વિતરણ તેમજ આરોગ્ય લક્ષી આકસ્મિક જરૂરિયાત પહોંચી વળવા આરોગ્ય અધિકારીની ટીમ પણ ફરજ પર હાજર જોવા મળેલ હતી. સાથે જ ધંધુકાના એક વૃદ્ધ ઉંમરના ફુલબાઈબેન દ્વારા મતદાન કરી પોતાની નૈતિક ફરજ પુરી પાડી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.