અંજાર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ ચાલી રહી છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xqjmwexvqec9xjxj/" left="-10"]

અંજાર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ ચાલી રહી છે.


અંજાર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ ચાલી રહી છે. નગરપાલિકાના વિવિધ વેરાની વસૂલાત માટે વૉર્ડ પ્રમાણે ટુકડીઓ બનાવવામાં આવી છે.

આ ટુકડીઓ દ્વારા હવે વેરા વસુલાત માટે આકરા પગલા ભરવામાં આવી રહ્યા છે.

આમ હવે તંત્રએ લાલ આંખ કરી શહેરના ત્રણ રહેણાંકના પાણી અને ગટર કનેક્શન કાપવાની કામગીરી કરી હતી. જેથી બાકી લેણદારો વેરા ભરવા જાગૃત બન્યા છે.

ચીફ ઓફિસર શ્રી પારસભાઈ મકવાણા સાહેબ ની સૂચનાથી કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઇ પાલુભાઇ સિંધવના સુપરવિઝન હેઠળ ટેક્સ ઇન્સ્પેક્ટર શ્રી સુરેશભાઈ ઝેડ. છાયા સહિતના અધિકારી કર્મચારીઓ વેરા વસૂલાત માટે કમર કસી રહ્યા બાદ હવે વેરા ન ભરનારા બાકીદારોના મિલ્કતનું સીલીંગ અને પાણી- ગટર કનેક્શન કાપવાનું શરૂ કરવામા આવેલ છે.

મોટા બાકીદારો ના વેરા ભરપાઈ ‌ન થતા ટીપી - ચારમાં સોરઠીયા ફળિયામાં તથા વોર્ડ નંબર- ૧૧ માં મોમાઈનગર વિસ્તારમાં રહેણાંક માં પાણી ગટર કનેક્શન કાપવાની કામગીરી ‌વેરા વસુલાત ટીમ ‌દ્વારા કરવામાં આવી હતી.

આ કામગીરી કરવા માટે પ્રોપર્ટી ટેક્ષ ઇન્સ્પેક્ટર શ્રી સુરેશભાઈ ઝેડ.છાયા, બિંદુલભાઈ અંતાણી, તેજપાલભાઈ લોચાણી, સુરજમલાલ ભવરલાલ, પ્રકાશભાઈ દેવેનભાઈ રોશિયા, વિપુલભાઈ ઓઝા, ભરતભાઈ સરપટા, ભરતભાઈ બી. નોરિયા, જયેશભાઈ ઘાવરી તથા પાણી પુરવઠા સ્ટાફ સહયોગી થયા હતા. આજ સુધી રહેણાક- બિનરહેણાંક મિલકતના ત્રણ બાકીદારોના મિલકતના કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી હતી. સાથે અન્ય બાકીદારોને સત્વરે લૅણાની બાકી રહેતી રકમ ભરપાઈ કરવાની તાકીદ કરવામાં આવી હતી.
તમામ મિલકત ધારકો પ્રોપર્ટી ટેક્સ ,પાણીવેરો, ગટર વેરો, સફાઈવેરો, દીવાબત્તી વેરો, વ્યવસાય વેરો તથા નગરપાલિકા શોપિંગ સેન્ટરો તેમજ દુકાનોના ભાડાની બાકી રહેતી રકમ અને શાક માર્કેટનાં સ્ટોલ નું ભાડું એમ તમામ ટેક્સની રકમ તાત્કાલિક ભરી જવા એક યાદીમાં જણાવાયું છે.

આગામી દિવસોમાં વેરા વસુલાત વધુ કડક બનશે અને બાકી લેણદારો પૈસા નહીં ભરે તો કનેકશન કાપવા ઉપરાંત મોટી રકમ ના બાકીદારોની વેરાની રકમ ભરપાઈ ન કરનાર સામે જપ્તી કે મિલ્કત સીંલીગ ની કડક કામગીરી પણ કરવામાં આવશે.

વશુલાત ની કામગીરીમાં શહેરીજનો ને સાથ સહકાર આપવા નગર અધ્યક્ષા શ્રીમતિ લીલાવતીબેન ડી. પ્રજાપતિ, ઉપાધ્યક્ષ શ્રી બહાદુરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન શ્રી વિજયભાઈ પલણ, સાશક પ્પક્ષના નેતા શ્રી સુરેશભાઈ ટાંક, દંડક શ્રો વિનોદભાઈ ચોટારા એ અપીલ કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]