ડેન્ગ્યુના વાયરાના હવે છેલ્લા 20 દિવસ, ગત વર્ષ કરતા કેસ ઓછા રહ્યા હવે પ્રદૂષણને કારણે શરદી-ઉધરસ વધશે - At This Time

ડેન્ગ્યુના વાયરાના હવે છેલ્લા 20 દિવસ, ગત વર્ષ કરતા કેસ ઓછા રહ્યા હવે પ્રદૂષણને કારણે શરદી-ઉધરસ વધશે


હવામાં ઊંચી સપાટીએ પહોંચેલા પ્રદૂષકો શિયાળામાં નીચી સપાટીએ આવે છે તે શ્વાસમાં આવતા નાક અને ગળાના રોગ નોતરે છે

ગત વર્ષે રાજકોટમાં નવેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 386 કેસ નોંધાઈ ચૂક્યા હતા જ્યારે આ વર્ષે તે આંક 224 રહ્યો `

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ જાહેર કરેલા આંક મુજબ 21 નવેમ્બર પુરા થતા સપ્તાહમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 13 જ્યારે મલેરિયા અને ચિકનગુનિયાનો એક એક કેસ નોંધાયો છે. આ સાથે ડેન્ગ્યુના જાન્યુઆરીથી અત્યાર સુધીના કુલ કેસ 224 થયા છે જે આ સમયે ગત વર્ષે થયેલા 386 કેસ કરતા ઘણા ઓછા છે અને હવે છેલ્લા 20 દિવસ છે અને ત્યારબાદ મચ્છરજન્ય રોગોની સિઝન પૂરી થશે જ્યારે આવતા સપ્તાહથી શ્વાસને લગતા રોગ અને ઈન્ફેક્શનનું પ્રમાણ વધી જશે અને હવે શ્વસનને લગતા રોગની સિઝન આવશે તેમ તબીબો જણાવી રહ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.