માતાના પ્રેમીને પતાવી દેવા પુત્રએ બે પિસ્ટલ ખરીદી, મોકાની રાહમાં હતો ત્યાં પકડાઈ ગયો - At This Time

માતાના પ્રેમીને પતાવી દેવા પુત્રએ બે પિસ્ટલ ખરીદી, મોકાની રાહમાં હતો ત્યાં પકડાઈ ગયો


નવા થોરાળા અને ગોંડલ રોડ ચોકડીએથી ગેરકાયદેસર ત્રણ હથિયાર, કારતૂસ ઝડપાયા

ચૂંટણી દરમિયાન અનિચ્છનીય બનાવ ટાળવા માટે શહેરભરની પોલીસે સઘન ચેકિંગ શરૂ કર્યું છે. ત્યારે બે હથિયાર સાથે પકડાયેલા શખ્સે માતાના પ્રેમીનો કાંટો કાઢવા માટે હથિયાર લઇ આવ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.નવા થોરાળા-1માં રહેતા અવેશ અયુબ ઓડિયા નામના શખ્સના ઘરે ગેરકાયદેસર હથિયાર રાખ્યા હોવાની માહિતી મળી હતી.

જે માહિતીના આધારે થોરાળા પોલીસે સોમવારે બપોરે બાતમી મુજબના સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અવેશ ઓડિયા ઘરમાંથી મળી આવ્યો હતો. જ્યારે તેના ઘરની તલાશી લેતા સેટીમાં રહેલા ગાદલા નીચેથી દેશી બનાવટની બે પિસ્ટલ તેમજ એક કોથળીમાં સાત કારતૂસ મળી આવ્યા હતા. જે ચેક કરતા ત્રણ જીવતા કારતૂસ હતા અને ચાર ફૂટેલા કારતૂસ હોવાનું જાણવા મળ્યું હતું. નાનપણમાં મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા અયુબ ઓડિયા પાસેથી રૂ.1 લાખની કિંમતના બે હથિયાર અને જીવતા-ફૂટેલા કારતૂસ કબજે કર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.