રાજકોટમાં હાથમાં હોકી લઈને દબાણ દૂર કરાવવા નીકળતાં પૂર્વ ડેપ્યુટી કમિશનર સિંઘે મનપાના બંગલા પર કર્યું ‘દબાણ’! - At This Time

રાજકોટમાં હાથમાં હોકી લઈને દબાણ દૂર કરાવવા નીકળતાં પૂર્વ ડેપ્યુટી કમિશનર સિંઘે મનપાના બંગલા પર કર્યું ‘દબાણ’!


ક્સટેન્શન વખતે પણ બંગલો ખાલી કર્યો ન હતો, નિવૃત્ત થયા છતાં હજુ બંગલાનો મોહ છૂટતો નથી.

રાજકોટ મનપામાં હોકીધારી તરીકે જાણીતા ડેપ્યુટી કમિશનર સિંઘ દબાણ હટાવવા માટે હોકી લઈને દોડતા નજરે આવે છે પણ આ જ અધિકારી નિવૃત્તિ અને એક્સટેન્શન બાદ મનપાના જ બંગલા પર કબજો કરીને બેઠા છે. અધિક કલેક્ટર કક્ષાના અધિકારી એ.આર. સિંઘને મનપામાં ડેપ્યુટી કમિશનર તરીકે મુકાયા હતા. તેઓ 2021માં નિવૃત્ત થયા હતા અને ત્યારે જ તેમને એક વર્ષની મુદત આપી કરાર આધારિત નિમણૂક અપાઈ હતી. આ નિમણૂકની શરતો અન્ય કરાર આધારિત જેવી જ હતી અને પગાર સિવાયના કોઇપણ લાભ આપવાના ન હતા. આવા એક્સટેન્શનના હુકમોમાં માત્ર વહીવટી કામગીરી જ કરવાની હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.