આંતરાષ્ટ્રીય બાજરા વર્ષ જાહેર થયા બાદ વડાપ્રધાનના આહવાનના પગલે વિશેષ અનોખી રસોઈ સ્પર્ધાનું આયોજન કરાયું જેમાં બોટાદ તાલુકાના કાનીયાડ ગામની પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત Milet જાડા ધાન બાજરીની વાનગીઓની અનોખી કૂકીંગ કોમ્પિટિશન યોજાઈ જેમાં મધ્યાહન ભોજન કેંદ્રના રસોઈયા અને સંચાલકોએ ભાગ લીધો હતો અને અવનવી જાડા ધાન ની વાનગીઓ બનાવી હતી, પ્રથમ ત્રણ વિજેતાને સરકાર દ્વારા સર્ટિફિકેટ સાથે પ્રોત્સાહન રોકડ ઈનામો અપાયા જ્યારે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખ દ્વારા રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરાયા, આ કાર્યક્રમમાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનાના સંયુક્ત કમિશનરની અધ્યક્ષતામાં યોજાયો હતો તેમજ બોટાદ નાયબ કલેકટર બોટાદ શહેર તાલુકા મામલતદાર અને મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રદેશ પ્રમુખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ તાલુકાના કાનીયાડ ગામની પ્રાથમિક શાળામાં આંતરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે જાહેર કરાયા બાદ વડાપ્રધાન નરેંદ્ર મોદી દ્વારા કરાયેલ બાજરાના વપરાશના આહવાનના પગલે રાજ્યના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોના લાખો બાળકો માટે વિશેષ બાજરાની અવનવી વાનગીઓ બનાવી અને પોષણ યુકત ખોરાક આપી શકાય તેવા હેતુથી અનોખી સ્પર્ધા નું આયોજન કરાયું હતું જેમાં બોટાદ તાલુકા કક્ષાનો પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત વર્ષ 2023 Millet - જાડા ધાન બાજરીની વાનગીઓની cooking competition સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનાનાં સયુંકત કમિશ્નર કે એન ચાવડા (ગાંધીનગર) ની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પીએમ પોષણ શકિત નિર્માણ યોજના કર્મચારી સંધનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ બોટાદ નાયબ કલેકટર આર કે ભદવાણી અને બોટાદ ગ્રામ્ય મામલતદાર નિરવ બ્રહ્મભટ્ટ તેમજ બોટાદ સીટી મામલતદાર બી કે મકવાણા સહિતના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં સ્પર્ધા યોજાઈ, આ સ્પર્ધામાં તાલુકાના અલગ અલગ મધ્યાહન ભોજન કેંદ્રના રસોઈયા અને સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને ઓરમુ, જુવાર ઉપમા, રાગી ની ખીચડી, વેજીટેબલ મૂઠિયાં, ઉપમા, થેપલા, બાજરી ના મૂઠિયાં જેવી અવનવી વાનગીઓ બનાવાઈ હતી જેમાં પ્રથમ ત્રણ વિજેતાઓને રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે 5 હજાર 3 હજાર અને 2 હજાર રોકડ રકમ અને સર્ટિફિકેટ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા જ્યારે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રદેશ પ્રમુખ દ્વારા રોકડ એક એક હજાર આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા, પ્રથમ અને દ્વિતીય વિજેતાને હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે તક આપવામાં આવશે, ત્યારે આ તકે મધ્યાહન ભોજનના બાળકોને બાજરા જુવાર રાગી જેવા જાડા ધાનનો પોષણ યુક્ત ઉમદા ખોરાક મળી રહે અને તેમાંથી અનેક અવનવી વાનગીઓ બને છે તેની જાણકારી મળી રહે તે માટે આ અનોખી કુકીંગ કોમ્પિટિશન સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં કાનીયાડ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો અને ઉપસ્થિત સૌ મહાનુભાવો નું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત સન્માન કરાયું હતું, મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં મધ્યાહન ભોજન યોજના વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ શાળાના સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે કિરણબેન જયેશભાઇ મકવાણા રસોઈયા, પાળીયાદ કુમાર શાળા તેમજ દ્વિતીય વિજેતા અનુરાધાબેન કિરણકુમાર સોલંકી, સંચાલક, મોડેલ સ્કૂલ બોટાદ અને તૃતીય વિજેતા ખેતરીયા શૈલેષભાઇ આર. સંચાલક, જોટિંગડા પ્રાથમિક શાળના જાહેર કરાયા હતા.

રિપોર્ટર: ચિંતન વાગડીયા

મો:8000834888

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »