ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી રાજકોટમાં રૈયા રોંડ પર પામ યુનિવર્સલની સામે ચેકડેમનું ખાત મુહુર્ત. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xj8vroqlcmcjx32s/" left="-10"]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી રાજકોટમાં રૈયા રોંડ પર પામ યુનિવર્સલની સામે ચેકડેમનું ખાત મુહુર્ત.


ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી રાજકોટમાં રૈયા રોંડ પર પામ યુનિવર્સલની સામે ચેકડેમનું ખાત મુહુર્ત.

રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી રાજકોટમાં રૈયા રોંડ પર પામ યુનિવર્સલની સામે ચેકડેમનું ખાત મુહુર્ત.હાલમાં પાણી માટે બેંગલોર જેવા મોટા શહેરમાં પણ પાણીની તંગી ઉભી થય છે આ રીતે જગ્યા ત્યારથી સવારની કહેવતની જેમ રાજકોટમાં ભયભીત બનવાના બદલે આપણે આજથીજ નક્કી કરીએ કે આપણે પાણી માટે આત્મનિર્ભર થવુંજ છે ? તો સંપૂર્ણ લોક ભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૧૪૫ થી વધુ ચેકડેમો રીપેર, ઉંડા,ઉચા કરવા અને નવા બનાવવામાં આવ્યા છે. અને ૧૧,૧૧૧ (અગિયાર હજાર એકસો અગિયાર) નવા બનાવવાનો સંકલ્પ છે, ત્યારે હાલમાં રાજકોટ શહેરમાં જ રૈયા રોડ પર રૈયા ગામ પાસે ગંગોત્રી મેઈન રોડ પર પામ યુનિવર્સલની સામે વિશાળ જગ્યામાં ચેકડેમ બનાવવામાં આવશે. આ ચેકડેમથી સૌથી પહેલાતો ગંદકી થતી બંધ થશે. અને ફરવા લાયક સ્થળ બનશે. વાતાવરણ એકદમ પ્રફુલિત અને ઠંડુ થશે. આજુબાજુનાં રહેણાક વાળા હાઈરાઈજ બિલ્ડીંગમાં પીવાના પાણી માટે ૨,૫૦૦ થી ૩,૦૦૦ ફૂટનાં બોર દ્વારા ભૂખરી વીંધીને ખારું, તુરુ અને ઉંચા TDS વાળું પાણી આવવાથી લોકોની બીમારીઓમાં ખુબ વધારો થાય છે. અને બિલ્ડીંગોમાં પાણીની પાઈપ લાઈનો જામ થય જતી હોય છે. એટલે કે પીવા લાયક નથી હોતું. તેથી આ ચેકડેમ બનવાથી જમીનમાં વરસાદી મીઠા પાણીના તળ ૨૫ થી ૫૦ ફૂટે આવવાથી ખુબ મોટી રાહત થશે. લોકો નીરોગી રહેશે. સાથે સાથે પ્રકૃતિની રક્ષા થવાથી સર્વે જીવોને પાણી, ખોરાક અને રહેણાંક મળે છે. તો દરેક લોકો વરસાદી પાણીને સોના કરતા પણ કિંમતી સમજીને, આ કાર્યમાં જોડાઈ જવું જોઈએ, કારણ કે આજે નહીતો કાલે વરસાદી પાણી બચાવ્યા વિના ચાલશે જ નહિ. તો દરેક શહેરના લોકોએ વરસાદી પાણીને યોગ્ય જતન કરવા વધુમાં વધુ પાણીને જમીનમાં ઉતરે તેના માટે ચેકડેમ બનતા હોઈ તેમાં જોડાવવું જોઈએ અને વરસાદી પાણીના ટાંકા બનાવીને બોર રિચાર્જ કરવા જોઈએ આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, રમેશભાઈ જેતાણી, વિરાભાઈ હુંબલ, ડો. વલ્લભભાઈ કથીરિયા, વસંતભાઈ લીંબાસીયા, પ્રવીણભાઈ ભુવા, ધીરુભાઈ કાનાબાર, જાગૃતિબેન ભાણવડીયા, જે. ડી. કાલરીયા, તેમજ પામ યુનિવર્સલ પ્રમુખશ્રી કલ્પેશભાઈ રૈયાણી, નીતિનભાઈ ભુપતાણી, હિતેશભાઈ, ધામેલીયા, જયેશભાઈ દોમડીયા, વિજયભાઈ ચાવડા, ભાવેશભાઈ ટીલાળા તેમજ આજુબાજુના દરેક એપાર્ટમેન્ટનાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]