લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ - At This Time

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪


“આજે આપણે આંગણે આવ્યો રે રૂડો અવસર”: બોટાદના જોટિંગડા ગામે હરખભેર મતદાન કરવા ઉમટ્યું ઉર્જાવાન મહિલા મંડળ

“અવશ્ય મતદાન કરવું જોઇએ”નાં નારા સાથે ગુંજી ઉઠ્યું મતદાન મથક: લોકશાહીનાં અવસરમાં દીવાળી-નવરાત્રીમાં હોય તેવી રોનક અને ચમક જોવા મળી હતી.

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત આજે બોટાદ જિલ્લામાં મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા આવી પહોંચ્યા હતાં. ત્યારે જોટિંગડા અર્થ બુથ ખાતે હરિયાળા વાતાવરણમાં ભરપૂર ઉત્સાહ સાથે ઉર્જાવાન મહિલા મંડળે પોતાની લોકશાહીની ફરજ નિભાવી હતી મહિલાઓનાં ચહેરા પર આ લોકશાહીનાં અવસરમાં દીવાળી-નવરાત્રીમાં હોય તેવી રોનક અને ચમક જોવા મળી હતી “અવશ્ય મતદાન કરવું જોઇએ”ના નારા સાથે મતદાન મથક પણ ગુંજી ઉઠ્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.