મતદાન મથકો ખાતે વૃદ્ધજનો અને દિવ્યાંગજનોનો સહારો બની વ્હીલચેર - At This Time

મતદાન મથકો ખાતે વૃદ્ધજનો અને દિવ્યાંગજનોનો સહારો બની વ્હીલચેર


બોટાદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે મતદાન થયું. જેમાં અનેક વૃદ્ધો અને દિવ્યાંગજનો હર્ષભેર સહભાગી બન્યા, આ તમામ નાગરિકોને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવેલી વ્હીલચેરની વ્યવસ્થા સહાયરૂપ બની હતી મતદાન વખતે નાગરિકોને સુગમતા રહે તે માટે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેકટરની પ્રેરણા અને માર્ગદર્શનથી તમામ મતદાન મથકો ખાતે વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેના સથવારે અનેક વૃદ્ધ અને દિવ્યાંગ નાગરિકો સરળતાથી મતદાન કરવા સમર્થ થયા હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.