અમદાવાદ માં S G હાઈવે પર થયેલા અકસ્માતને જોવા ઉભેલા ટોળા પર કાર ફરી વળી એક પોલીસકર્મી સહિત 9 લોકોના મોત - At This Time

અમદાવાદ માં S G હાઈવે પર થયેલા અકસ્માતને જોવા ઉભેલા ટોળા પર કાર ફરી વળી એક પોલીસકર્મી સહિત 9 લોકોના મોત


અમદાવાદ
S G હાઈવે પર થયેલા અકસ્માતને જોવા ઉભેલા ટોળા પર કાર ફરી વળી
એક પોલીસકર્મી સહિત 9 લોકોના મોત
1. નિરવ રામાનુજ ઉંમર-22 ચાંદલોડિયા
2. અમન કચ્છી ઉંમર 25 - સુરેન્દ્રનગર
3. કૃણાલ કોડિયા ઉંમર 23 વર્ષ - બોટાદ
4. રોનક રાજેશભાઇ વિહલપરા ઉંમર 23 - બોટાદ
5. અરમાન અનિલ વઢવાનિયાં -ઉંમર 21 સુરેન્દ્રનગર
6. અક્ષર ચાવડા - ઉંમર 21 બોટાદ
7. ધર્મેન્દ્રસિંહ -40 વર્ષીય ઉંમર ટ્રાફિક SG2 પોલીસ સ્ટેશન,પોલીસકર્મી
8. નિલેશ ખટિક ઉંમર 38 વર્ષીય, જીવરાજ પાર્ક હોમગાર્ડ બોડકદેવ પોલીસ સ્ટેશનઅમદાવાદનાં ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં નવ લોકોનો કાળ બનનાર તથ્ય પટેલ કોણ છે?
ઇસ્કોન બ્રિજ પર ટ્રકે થાર એસયુવીએ ડમ્પરને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત જોવા માટે સ્થળ પર લોકોનું ટોળું એકઠું થયું હતું. આ દરમિયાન પૂરપાટ આવતી જગુઆર કારે બ્રિજ પર હાજર લોકોને કચડી નાંખ્યા હતા.

અમદાવાદ: શહેરના ઇસ્કોન બ્રિજ પર એક હચમચાવી દે તેવો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં બે પોલીસ કર્મી સહિત નવ લોકોના મોત નીપજ્યા છે. ઇસ્કોન બ્રિજ પર એસયુવી કાર (થાર) અને ડમ્પર વચ્ચે પહેલા ટક્કર થઇ હતી. આ અકસ્માતને જોવા માટે ટોળું ભેગુ થયું હતુ. જે બાદ પૂરપાટ સ્પીડે આવતી જેગુઆર કારે અકસ્માત જોતા લોકોને કચડી નાંખ્યા હતા. આ જેગુઆર કાર ચલાવતો નબીરો તથ્ય પટેલ હાલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

બુધવારે સવા વાગ્યાની આસપાસ ઇસ્કોન બ્રિજ પર અક્સમાત સર્જાયો હતો. જેમાં થાર એસયુવી અને ડમ્પર વચ્ચે ટક્કર થઇ હતી. આ અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત જોવા માટે સ્થળ પર લોકોનું ટોળું એકઠું થયું હતું. આ દરમિયાન પૂરપાટ આવતી જેગુઆર કારે બ્રિજ પર હાજર લોકોને કચડી નાંખ્યા હતા. આ અંગે પોલીસે જણાવ્યું છે કે, ઘાયલોમાં કાર ચાલક સત્ય પટેલનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ પોલીસે ઈસ્કોન મંદિર પાસેના ફ્લાયઓવરને અસ્થાયી ધોરણે બંધ કરી દીધો હતો.

અમદાવાદ ટ્રાફિક પોલીસના એસીપી એસજે મોદીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્યને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેગુઆરના ડ્રાઇવરને સત્ય પટેલને ખાનગી સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલ યુવક સિવાય અન્ય એક છોકરો અને એક છોકરી જગુઆરમાં સવાર હતા. આ બંને વિશે કોઈ માહિતી સામે આવી નથી.

તથ્ય પટેલ નામના નબીરાએ આ ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. આ યુવાન જેગુઆર કાર ચલાવી રહ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, આ યુવાન બિલ્ડર પ્રજ્ઞેશ પટેલનો છોકરો છે. આ અકસ્માતને જોનારા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. જે બાદ અકસ્માત સર્જીને ભાગવા જતા તથ્ય પટેલને લોકોએ ત્યાં જ મળીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ તથ્યને પોલીસ સારવાર માટે સિમ્સ હોસ્પિટલમાં લઇ ગઇ હતી. આની સારવાર બાદ તેની ધરપકડ થઇ શકે છે તેવી માહિતી સામે આવી છે.
9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.