સહાધ્યાયીએ ફરિયાદ કરતાં પિતાના ઠપકાથી ગભરાઇ છાત્રાનો આપઘાત - At This Time

સહાધ્યાયીએ ફરિયાદ કરતાં પિતાના ઠપકાથી ગભરાઇ છાત્રાનો આપઘાત


મારવાડી કોલેજની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

શહેરની ભાગોળે મોરબી રોડ પરની મારવાડી કોલેજની વિદ્યાર્થિનીએ ઝેરી પ્રવાહી પી જીવનનો અંત આણી લીધો હતો. સાથી વિદ્યાર્થિનીએ યુવતીના પિતાને ફોન કરીને ફરિયાદ કરી હતી કે, અંજલિ મજાક કરીને હેરાન કરે છે, જે બાબતે પિતાએ ઠપકો દેતાં યુવતીએ અંતિમ પગલું ભરી લીધું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.