જિલ્લામાં પૂરક પરીક્ષાના બીજા દિવસે ધો.૧૦ના સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં ૨૮૬ વિધ્યાર્થીઓ હાજર રહ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xgdxhmqr8xoh52gh/" left="-10"]

જિલ્લામાં પૂરક પરીક્ષાના બીજા દિવસે ધો.૧૦ના સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં ૨૮૬ વિધ્યાર્થીઓ હાજર રહ્યા


*જિલ્લામાં પૂરક પરીક્ષાના બીજા દિવસે ધો.૧૦ના સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં ૨૮૬ વિધ્યાર્થીઓ હાજર રહ્યા*
************
*ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન વિષયમાં ૨૫૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*
***************

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા- ૨૦૨૨ તા. ૧૮ થી ૨૨ જૂલાઇ ૨૦૨૨ દરમિયાન હિંમતનગર ખાતે ૧૯ બિલ્ડીંગના ૧૭૩ બ્લોકમાં પરીક્ષા યોજાનાર છે.
પૂરક પરીક્ષા-૨૦૨૨ના બીજા દિવસે ધોરણ ૧૦માં સ્ટાન્ડર્ડ ગણિત (૦૧૨) વિષયમાં ૩૪૯ વિધ્યાર્થીઓ પૈકી ૨૮૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૬૩ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. સ્ટાન્ડર્ડ ગણિત વિષયમાં ગુજરાતી માધ્યમમાં ૨૬૯ વિધ્યાર્થીઓ હાજર રહ્યા જ્યારે ૫૯ વિધ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી. અંગ્રેજી માધ્યમમાં ૧૭ વિધ્યાર્થીઓ હાજર રહ્યા જ્યારે ૦૪ વિધ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી.ધોરણ-૧૦માં વિજ્ઞાન વિષયમાં સંસ્કૃત માધ્યમના ૦૧ વિધ્યાર્થીએ પરીક્ષા આપી હતી. તેમજ ધો.૧૦માં ગુજરાતી (દ્વિતીય ભાષા) વિષયમાં ૦૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ધોરણ-૧૨માં વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન વિષયમાં ૨૮૫ વિધ્યાર્થીઓએ પૈકી ૨૫૦ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૩૫ વિધ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી.જેમાં ગુજરાતી માધ્યમમાં ૨૨૪ અને અંગ્રેજી માધ્યમમાં ૨૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.તેમજ ધો.૧૨માં અંગ્રેજી(૦૧૩) વિષયમાં ૦૧ વિધ્યાર્થીએ પરીક્ષા આપી હતી. એમ શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
****************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]