રખિયાલ થી ધારીસના સુધીનો બિસ્માર રોડથી રાહદારીઓ પરેશાન. તંત્રના આડા કાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xccwnwvti4wt2ioh/" left="-10"]

રખિયાલ થી ધારીસના સુધીનો બિસ્માર રોડથી રાહદારીઓ પરેશાન. તંત્રના આડા કાન


દહેગામ તાલુકાના રખિયાલ બજારથી ધારીસના ગામ સુધીનો ચાર એક કિલોમીટર નો ડામર રોડ એટલો બધો તૂટી જવા પામ્યો છે કે અહીંથી નીકળતા રાહદારીઓ એટલા હદે હેરાન થયાં છે કે અહીંથી નીકળતા પણ ડરે છે કારણ કે રોડ પર એટલા બધા ખાડા પડી જવા પામ્યા છે કે જો કોઈ વાહન આ ખાડામાં પડી જાય તો મોટો અકસ્માત થઇ શકે તેમ છે છતાં આ રોડ બાબતે કોઈ નિરાકરણ આવ્યું નથી. રખિયાલ ના સગદલપૂર, અને ધારીસણા સુધીનો આ રોડ ખુબ ભંગાર હાલતમાં હોવા છતાં તંત્ર કોઈ મોટો અકસ્માત બને તેવી રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજુબાજુ ગામડાઓના સરપંચ દ્વારા દહેગામ ધારાસભ્ય તેમજ માર્ગ મકાન વિભાગ ના અધિકારીને મૌખિક રજૂઆત કરવા છતાં ત્રણ વર્ષથી આ રોડ ખાડાઓથી તરબોર છે. દહેગામ ના પ્રખ્યાત કંથારપુરા મહાકાળી વડ ખાતે દર્શનાર્થીઓને અહીં જવા માટે આ રોડનો સહારો લેવો પડે છે પરંતુ આ રોડ બાબતે તંત્ર દ્વારા આડા કાન ધરી દેતા હવે જાહેર જનતાને મહા મુસીબતે અહીં નીકરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે જેથી ધારીસના તેમજ આજુબાજુના ગામના રાહદારીઓ દ્વારા તંત્રને ખુબ ઝડપથી રોડ બનાવવા માંગણી કરવામાં આવી છે.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]