જાહેર માર્ગો ઉપર રંગ ઉડાડવા અને પાણી ભરેલા રંગ મિશ્રિત ફુગ્ગાઓ ફેકવા પર પ્રતિબંધ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xai3tunnqj783fl5/" left="-10"]

જાહેર માર્ગો ઉપર રંગ ઉડાડવા અને પાણી ભરેલા રંગ મિશ્રિત ફુગ્ગાઓ ફેકવા પર પ્રતિબંધ


પોલીસ કમિશ્ર્નર દ્વારા હોળી-ધુળેટી પર્વ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરી પ્રતિબંધાત્મક આદેશ જારી કર્યા છે. તા.24નાં હોળી અને તા.25નાં રોજ ધુળેટી પર્વ (બે દિવસ) જાહેરનામાનો અમલ રહેશે તેનો ભંગ કરનાર સામે શિક્ષાપાત્ર બનશે.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા અધિક પોલીસ કમિશ્ર્નરના દરજજાથી પોલીસ હેડ કોન્સ. સુધી હોદ્દા ધરાવનારાઓને જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ આઈપીસી કલમ 188 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ અધિકૃત કરવામાં આવે છે.
હોળી ધુળેટીમાં જાહેર જગ્યાએ રાહદારીઓ ઉપર કે અન્ય ઉપર રંગ (પાવડર) પાણી, રંગ મિશ્રીત પાણી ભરેલા ફુગ્ગાઓ ફેકવા નહી. રંગ, કાદવ, તૈલી પદાર્થો, તૈલી વસ્તુઓ ફેંકવી નહી. ટ્રાફિકને અડચણરૂપ કે કોઈને ઈજા-હાની થાય તેવી પ્રવૃતિ કરવી નહીં, જાહેર રસ્તા, ગલીઓમાં જાહેર જનતાને અડચણ, ત્રાસ અથવા ઈજા થવાની સલામતી જોખમાય કે કોમી લાગણી દુભાય નહી તે રીતે વર્તન કરવુ નહી. જાહેરનામાનો ભંગ કરનાર કલમ 188 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ શિક્ષાને પાત્ર બનશે


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]