કોલા કેન્ડી સહિતના કોલ્ડ્રીંકસની જોખમી અર્ધો લાખ બોટલ-પાઉચનો જથ્થો પકડાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uekc58rkflbts0li/" left="-10"]

કોલા કેન્ડી સહિતના કોલ્ડ્રીંકસની જોખમી અર્ધો લાખ બોટલ-પાઉચનો જથ્થો પકડાયો


શહેરની ભાગોળે આજી ડેમ ચોકડી પાસેના ઔદ્યોગિક વિસ્તારમાંથી થોડા સમય પહેલા લોકોને બિમાર પાડી દે તેવા ફરસાણનું કારખાનુ પકડાયું હતું. આ સાથે આ વિસ્તારમાં આવા ખાદ્ય પદાર્થોના અનેક યુનિટ ધમધમતા હોવાની શંકા વચ્ચે આજે આરોગ્ય અને ફૂડ વિભાગે આજી ડેમ ચોકડી પાસેના આબાદ ગૃહ ઉદ્યોગમાંથી સેકેરીનના ઉપયોગ, એકસપાયર્ડ ફૂડ લાયસન્સના આધારે બનાવવામાં આવતા પેપ્સીના પાઉચનો મોટો જથ્થો પકડી પાડી તેનો નાશ કર્યો છે.
આ યુનિટમાંથી પેપ્સી સહિત જુદા જુદા ફલેવરના 50000 જેટલા નંગ પાઉચ અને કોલ્ડ્રીંકસ બોટલ મળી આવ્યા હતા. આ વર્ષે આમ પણ શરદી, ઉધરસ લોકોનો પીછો છોડતા નથી. તેવામાં ઉનાળામાં ખુબ વેંચાતા આવા પીણા લોકોને ફૂડ પોઇઝન પણ કરાવી દે તેવા હોવાની ચેતવણી આરોગ્ય વિભાગે આપી છે.
આ દરોડાની અંગેની વિગત મુજબ આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ફૂડ સેફ્ટી ઓફિસર કે. એમ. રાઠોડ, ફૂડ સેફ્ટી ઓફિસર આર. આર. પરમાર, ફૂડ સેફ્ટી ઓફિસર કે. જે. સરવૈયા તથા ફૂડ સેફ્ટી ઓફિસર સી .ડી. વાઘેલા સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન દિનદયાલ ઇન્ડ. એરીયા, શેરી નં. 8 કોર્નર, તુર્કી બાપુની દરગાહ પાછળ, આજી ડેમ ચોકડી પાસે આવેલ ‘આબાદ ગૃહ ઉદ્યોગ’માં દરોડો પાડવામાં આવ્યો હતો.
જયાં આ યુનિટમાં વિવિધ પ્રકારના કાર્બોનેટેડ, નોનકાર્બોનેટેડ બેવેરેજીસ તથા પ્લાસ્ટિક પાઉચ પેકડમાં પેપ્સીનું ઉત્પાદન કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડયું હતું. ઉપરાંત પેપ્સી પાઉચ પેક્ડમાં ભરેલ લિક્વિડના ઉત્પાદનમાં સેકેરીનનો વપરાશમાં કરતાં હોવાનું માલૂમ પડતા બેવેરેજીસના પેકિંગ તપાસતા તેમાં લગાવેલ લેબલ પર અન્ય જગ્યાનો મેળવેલ એક્સપાયરી થયેલ ફૂડ લાયસન્સ નંબર છાપેલ હોવાનું બહાર આવ્યું હતું.
પેઢીમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પાઉચ પેક્ડ નોન ફૂડગ્રેડ પ્લાસ્ટિક હોવાનું અને ફૂડ એકટ અન્વયે ન્યુટિશનલ ઇન્ફોર્મેશન, ઇનગ્રેડિયંટ્સ, ઉત્પાદન -એકપાયરી ડેટ કે ઉત્પાદક અંગેની કોઈપણ વિગતો છાપેલ ન હોવાથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
બાદમાં પડતર અને ઉત્પાદનની વિગત વગરના પાઉચ અને લોકલ ફલેવર્ડ બોટલ મળી 2750 નંગનો કુલ મળીને અંદાજીત 2250 લિટર જથ્થો માલીક ઈસ્માઇલભાઈ ગફારભાઈ લાખાણીની સંમતિથી ટીપરવાનમાં નાશ કરી દેવાયો હતો.
આ આરોગ્ય માટે જોખમી કોલ્ડ્રીંકસ ફરીથી બજારમાં વેચાણ ન થાય તે માટે નાશ કરવા સાથે હાઇજેનિક કંડીશન સહિતની નોટીસ ફટકારવામાં આવી હતી. આ પેઢીમાંથી સેકેરીન, પાવડર, આબાદ ફલેવર્ડ જયુસ જીરા મસાલા અને આબાદ પીસ્તા ફલેવર્ડ પેપ્સીનો નમુનો લઇ લેબોરેટરી પરીક્ષણમાં મોકલવામાં આવ્યો છે.
જથ્થાબંધ ઉત્પાદન થતો આ જથ્થો હોલસેલમાં રૂા.5.50માં વેંચાતો હતો અને ઠંડા પીણા પાનની દુકાનોમાં રૂા. 10માં વેંચાતો હોવાનું પણ આરોગ્ય વિભાગને જાણવા મળ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]