ધાંગધ્રા પાલીકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા ડસ્ટબીન વિતરણ કરવામાં આવ્યા હતાં. - At This Time

ધાંગધ્રા પાલીકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા ડસ્ટબીન વિતરણ કરવામાં આવ્યા હતાં.


સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરને સ્વચ્છ અને રળિયામણું બનાવવા માટે પૂર્વ મંત્રી આઈ કે જાડેજા દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેને ધ્યાનમાં લઈને નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માટે જાહેરમાં કચરો નાંખવાની અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા સેનીટેશન વિભાગ અંતર્ગત શહેરના વેપારીઓને ડસ્ટબીન્સનું વિતરણ કરાયું હતું જેમાં નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સેનીટેશન ચેરમેન પ્રવિણભાઇ રબારી નગરપાલિકા ચીફ ઓફીસર મંટીલ પટેલ, કારોબારી ચેરમેન, સુધરાઇ સભ્યના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતું અને આવનાર દિવસ માં દરેક દુકાનદારને ડસ્ટબીન સ્થળ પર રૂબરૂ વિતરણ કરવામાં આવશે જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા લોકો અને વેપારીને તકલીફ ન પડે તે માટે દરેક વોર્ડ અને બજારોમાં કચરા લેવા માટેના વાહનો વ્યવસ્થા કરવામાં આવી છે વાહનોમાં કચરો નાંખવા અપીલ કરવામાં આવી હતી અને આવનાર દિવસમાં શહેરના દરેક વેપારી દુકાનદારને ડસ્ટબીન સ્થળ પર રૂબરૂ વિતરણ કરી ધાંગધ્રા શહેરના સ્વચ્છ અને હરિયાળુ બનાવવામાં સહભાગી બનો તેવી અપીલ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.