મુળી ખાતે કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક થતાં સન્માન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wq71pn79fc3liw1q/" left="-10"]

મુળી ખાતે કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક થતાં સન્માન કરવામાં આવ્યું


*મુળી ખાતે કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવતાં સન્માન કાર્યક્રમ યોજાયો*

*પ્રદેશ કોંગ્રેસ સમિતિ માં ચોટીલા ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા અને સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ધર્મેન્દ્ર સિંહ પરમાર*

મુળી ખાતે આજે ફાર્મ હાઉસ પર પ્રદેશ કોંગ્રેસ સમિતિ માં ચોટીલા ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા ની કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવતાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે મુળી ના ધર્મેન્દ્ર સિંહ પરમાર ની વરણી થતાં બંને આગેવાનો નો આજે મુળી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જનમિત્રો અને સરપંચ અને આગેવાનો દ્વારા ફુલહાર થી સ્વાગત સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે ઋત્વિક મકવાણા એ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા એક જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તમામ કાર્યકરોને કામે લાગી જવા હાંકલ કરવામાં આવી હતી અને સુરેન્દ્રનગર જીલ્લા માં કોંગ્રેસ મજબૂત બને તે માટે ધર્મેન્દ્ર સિંહ પરમાર ને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આપણી ફરજ બને છે કે આપણે કોંગ્રેસ ને વિજેતા બનાવવા માટે તનતોડ મહેનત કરશો અને આપણી જવાબદારી નીભાવશો આ તકે પ્રદેશ નેતાઓ ઈન્દ્રસિહજી વાઘેલા , ચોટીલા ઇન્ચાર્જ રાણાજી, ઉપસ્થિત રહ્યા હતા અને જીલ્લા પ્રમુખ કોંગ્રેસ રૈયાભાઈ રાઠોડ , નરેન્દ્ર સિંહ પરમાર,પદુભા પરમાર,સહદેવ સિંહ પરમાર, જયસુખભાઈ દુધરેજીયા, સહિત નાં આગેવાનો હાજર રહ્યા હતા તમામ કાર્યક્રમ નું સંચાલન સહદેવ સિંહ પરમાર કરેલ હતું

હરપાલસિંહ ચુડાસમા,ગીરિરાજસિહ ઝાલા, તરુણભાઈ ગઢવી, નોશાદ સોલંકી ધારાસભ્ય પાટડી અને કનકસિંહ રાણા પુર્વ પ્રમુખ લીંબડી તાલુકા પંચાયત

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]