મુળી તાલુકાનાં ગામોમાં મેઘમહેર થી ખેડૂતો માં હરખની હેલી - At This Time

મુળી તાલુકાનાં ગામોમાં મેઘમહેર થી ખેડૂતો માં હરખની હેલી


*મુળી પંથકમાં મેઘ મહેર થતાં ખેડૂતો માં હરખની હેલી*

મુળી તાલુકાનાં ગામોમાં આજે સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો જે વાવણીલાયક વરસાદ નોંધાયો છે ત્યારે ખેડૂતો માં આનંદ ની લાગણી ફેલાઇ છે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે વાવણી લાયક વરસાદ થતાં અને આગોતરા વાવેતર જેવા કે કપાસ મગફળી જેવા પાકોને જીવતદાન મળ્યું છે અને આગામી સમયમાં ખેતરોમાં વાવેતર માટે ખેડૂતો એ તૈયારી શરૂ કરી દીધી છે પશુપાલકો માટે પણ હવે ચિંતા દૂર થશે ઘણાં સમયથી વરસાદ ની રાહ જોતાં જગતતાત ને હાલ પુરતી ચિંતા ટળી ગઈ છે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.