આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર શાળા નં ૯૩નાં આચાર્ય વનિતાબેન રાઠોડનું સન્માન - At This Time

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર શાળા નં ૯૩નાં આચાર્ય વનિતાબેન રાઠોડનું સન્માન


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર 93 ના આચાર્ય વનિતાબેન રાઠોડ 2021 ના રાષ્ટ્રપતિ એવોર્ડી શિક્ષક છે. હાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનાં દિવસે તેમનું વિવિધ સંસ્થાઓ દ્વારા તથા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સીજે ગ્રુપ દ્વારા આઠ લેખિકાઓનું સન્માન થયું. તેમાં વનિતાબેન રાઠોડનું બ્રહ્માકુમારીનાં ભગવતીદીદીનાં હસ્તે લેખિકા તરીકે સન્માન કરવામાં આવ્યું. વનિતાબેન રાઠોડ સામાજિક લેખ લખે છે. એ ઉપરાંત તેઓ બાળ વાર્તા, બાળ નાટકો કવિતાઓ તથા સાંપ્રત સમય પર પોતાનું લેખન કામ કરી સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે. કલેક્ટરશ્રી હસ્તે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા મહિલાઓનું થયેલ સન્માનમાં શિક્ષણ ક્ષેત્રે વનિતાબેનની કામગીરી ને બિરદાવવામાં આવી. શિક્ષણ ક્ષેત્રે તેઓ શ્રેષ્ઠ કામગીરી કરી ભારતના ભવિષ્યનાં નાગરિકોનું ઘડતર કરી રહ્યા છે. આ ઉપરાંત સ્વદેશી જાગરણ મંચમાં તેઓ સક્રિય કામગીરી કરવા બદલ રાજકોટ સ્વદેશી જાગરણ મંચ દ્વારા પણ વનિતાબેનનું અભિવાદન કરવામાં આવ્યું. જૈન વિઝન ગ્રુપ દ્વારા વિવિધ ક્ષેત્રમાં કામ કરતી 50 મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. તેમાં પણ વનિતાબેન રાઠોડનું તેમના શિક્ષણ ક્ષેત્રના કાર્ય બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા. સોરવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ પ્રમાણપત્ર આપી એમનું સન્માન કરાયું. આગામી તા. ૧૧/૦૩/૨૩ નાં રોજ ભારતીય જનતા પાર્ટી રાજકોટનાં જિલ્લા મહિલા મોરચા દ્વારા વનિતાબેન રાઠોડને " સુષ્માસ્વરાજ એવોર્ડ " એનાયત થશે. વનિતાબેન રાઠોડને ખુબ ખુબ અભિનંદન.

રિપોર્ટર વિશાલ બગડિયા

રાજકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.