સાબરકાંઠા જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે"રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા - At This Time

સાબરકાંઠા જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે”રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા


વિવિધ અધિકારી/કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરવાના શપથ લીધા

................

      સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટરશ્રી  હિતેષ કોયાની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડમાં તથા જિલ્લા અને તાલુકાની અન્ય વિવિધ કચેરીઓમાં સર્વે અધિકારી/કર્મચારીઓ દ્વારા "રાષ્ટ્રીય એકતા દિવસ” ના શપથ લેવામાં આવ્યા હતા.

   

    લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તા.૩૧ ઓક્ટોબરને દર વર્ષે "રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવે છે. તા.૩૦ અને ૩૧ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ જાહેર રજા હોઇ તા.૨૯ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ "રાષ્ટ્રીય એકતા દિવસ શપથ”  લેવામાં આવ્યા હતા.  જે અન્વયે સાબરકાંઠા  જિલ્લાના બાગાયત ખાતા,  ATMA પ્રોજેક્ટ, ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ઉપરાંત જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે, કાપા.ઇ.સિંચાઇ વિભાગ ખાતે, આરોગ્ય વિભાગ ખાતે,વિવિધ આંગણવાડીઓ ખાતે અધિકારી/કર્મચારીઓએ એકતા શપથ લઇ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરવાના શપથ લીધા હતા. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.