મફત યોજનાઓ શું છે પહેલાં નક્કી કરો, મનરેગા દેશમાં જીવન જીવવાની ગરીમા આપે છે: રેવડી કલ્ચર મુદ્દે SC - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/what-is-a-freebie-sc-asks-political-parties-focus-on-manrega-that-gives-dignity-of-living/" left="-10"]

મફત યોજનાઓ શું છે પહેલાં નક્કી કરો, મનરેગા દેશમાં જીવન જીવવાની ગરીમા આપે છે: રેવડી કલ્ચર મુદ્દે SC


નવી દિલ્હી, તા. 17 ઓગસ્ટ 2022, બુધવાર SC on Freebies: સુપ્રીમ કોર્ટ (SC)એ બુધવારે ' Freebies' એટલે કે મફતની જાહેરાત અંગે સુનાવણી કરતા તમામ પક્ષકારો અને સરકારને કહ્યું કે, સૌથી પહેલાં નક્કી કરો કે આ ફ્રીબીઝ શું છે તેની વ્યાખ્યા નક્કી કરવી જોઈએ આ સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે, કેન્દ્ર પાસે હાલ મનરેગા જેવી યોજનાઓ છે, જે જીવનને ગૌરવ અપાવે છે.CJI NV રમનાની અધ્યક્ષતાવાળી બેંચે આ મામલે સુનાવણી કરતા કહ્યું, કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MNREGA) જેવી યોજનાઓ છે જે જીવન જીવવાનું ગૌરવ પ્રદાન કરે છે. મને નથી લાગતું કે, પક્ષો માત્ર વચનો પર ચૂંટાય છે. કેટલાક વચનો આપે છે અને હજુ પણ ચૂંટાતા નથી.સુપ્રીમ કોર્ટ એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી PILની સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં તેમણે ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મફત વસ્તુઓના વચનનો વિરોધ કર્યો છે. અરજીમાં ચૂંટણી પંચને તેમના ચૂંટણી પ્રતીકો જપ્ત કરવા અને પક્ષોની નોંધણી રદ કરવા માટે તેની સત્તાનો ઉપયોગ કરવાની માંગ કરવામાં આવી છે.બુધવારે PILની સુનાવણી કરતા CJI રમણાએ કહ્યું કે, રાજ્યમાં રાજકીય પક્ષોને મતદારોને વચનો આપતા રોકી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું કે, હવે ફ્રીબીઝ શું છે તેની વ્યાખ્યા કરવી પડશે.જોકે CJI રમણાએ પૂછ્યું, "શું દેશમાં કે રાજ્યમાં હેલ્થકેર, પીવાના પાણીની સુવિધા, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની એક્સેસને મફત ગણી શકાય?"આ સિવાય સુપ્રીમ કોર્ટે આ મામલે ચર્ચા કરવા અને સૂચન કરવા માટે પેનલની રચના કરવાના મુદ્દે તમામ હિતધારકો પાસેથી મંતવ્યો માંગ્યા હતા.PILનો વિરોધ :ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી અરજીનો વિરોધ કરીને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)એ મફત જાહેરાતના સમર્થનમાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ મુદ્દામાં હસ્તક્ષેપની માંગ કરતા, ડીએમકેએ તેની અરજીમાં દલીલ કરી હતી કે મફતનો અવકાશ "વિશાળ" છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]